પ્રિયંકા ગાંધીનुं રાજકારણમાં ભવિષ્ય ઉજ્જવળ, લોકો તેમને શીર્ષ પદ પર જોવા માંગશે : રોબર્ટ વાડ્રા

પ્રિયંકા ગાંધીનुं રાજકારણમાં ભવિષ્ય ઉજ્જવળ, લોકો તેમને શીર્ષ પદ પર જોવા માંગશે : રોબર્ટ વાડ્રા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Priyanka Gandhi Vadra : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ મંગળવારે તેમની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન બનાવવાની માંગને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીનું રાજકારણમાં ભવિષ્ય ઉજ્જવળ છે. એક સમય એવો આવશે જ્યારે લોકો તેમને શીર્ષ (વડાપ્રધાન) પદ પર જોવા માંગશે.

રોબર્ટ વાડ્રા કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમાં સહારનપુરથી કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધીની જેમ મજબૂત વડા પ્રધાન સાબિત થશે. મસૂદ બાંગ્લાદેશની પરિસ્થિતિના સંદર્ભમાં લેવામાં આવતા પગલાઓ વિશે વાત કરી રહ્યા હતા. જ્યાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી વધુ સારા વડા પ્રધાન બનશે અને ઇન્દિરા ગાંધીની જેમ કામ કરશે.

રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

ઇમરાન મસૂદના આ નિવેદન રોબર્ટ વાડ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે મને લાગે છે કે પ્રિયંકા ગાંધીએ તેમના દાદી (ઇન્દિરા ગાંધી), તેમના પિતા (રાજીવ ગાંધી), સોનિયા જી અને પોતાના ભાઈ (રાહુલ ગાંધી) પાસેથી ઘણું શીખ્યું છે. લોકો તેમની પ્રશંસા કરે છે. લોકો તેમનામાં તે જુએ છે… જ્યારે તે બોલે છે ત્યારે તે દિલથી બોલે છે. તે એવા વિષયો પર બોલે છે જેને ખરેખર સાંભળવાની જરૂર છે અને તેના પર ચર્ચા કરે છે.

આ પણ વાંચો – જર્મનીમાં રાહુલ ગાંધીએ ભાજપ ઉપર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું કહ્યું?

રોબર્ટ વાડ્રાએ કહ્યું કે મને લાગે છે કે રાજકારણમાં તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ દેશમાં જમીની સ્તરે જે ફેરફારો જરુરી છે તેને લાવવા માટે તે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. મને એવું લાગે છે. આ બધાની સૌની સહમતિને ધ્યાનમાં રાખીને થશે. 

ભાજપે કહ્યું –  રાહુલ ગાંધી ગભરાયેલા છે

ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી ગભરાયેલા છે કારણ કે તેમની પાર્ટીના સહયોગીઓ જ તેમની વાતોને નકારી રહ્યા છે, જેનું લેટેસ્ટ ઉદાહરણ શશિ થરૂર છે. જેમણે છેલ્લા 20 વર્ષમાં બિહારમાં એનડીએ દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરીને તેમના “વોટ ચોરી”ના આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે સ્પષ્ટ કહી દીધું છે કે તેમને હવે રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમના સ્થાને લેવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે રોબર્ટ વાડ્રાએ પણ તેનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘હા, તે સાચું છે’.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *