પ્રાથમિક સુવિધા માટે મોરબીમાં લોકોનો હલ્લાબોલ

પ્રાથમિક સુવિધા માટે મોરબીમાં લોકોનો હલ્લાબોલ

બિઝનેસ BUSINESS
Spread the love



પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના. જ્યાં માનસધામ-1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા હતા. રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા હતા. બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા હતા. રોડ ચક્કાજામ કરતા વાહનોના ખડકલા થઈ ગયા હતા. પીપળી-જેતપર રોડ બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી હતી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કલાકો સુધી વાહન ચાલકોને પોતાના જ વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *