સાણંદમાંથી પકડાયેલી દારૂ પાર્ટી મામલે એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે હુક્કા અને દારુની મોજ માણતા ઝડપાયેલા આરોપીઓને ખૂદ પોલીસે જ ચા-નાસ્તાની વ્યવસ્થા કરી આપી હતી. આરોપીઓને પોલીસ દ્વારા VIP ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ થતાં અનેક સવાલો ઊભા થયાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં કેટલાક આરોપીઓ આમતેમ ફરી રહ્યા છે અને ચા-નાસ્તો કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ થયાં હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાણંદ નજીક મેરેજ એનવર્સરીની ઉજવણીના ઓઠા હેઠળ દારુ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે પોલીસને બાતમી મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે 80 જેટલા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ પર VIP ટ્રીટમેન્ટ આપવાના આક્ષેપ સાથે એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
Source link
