પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ પોતાના પુસ્તકને લઈને તોડ્યું મૌન, આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’નું સ્ટેટસ જણાવ્યું

પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ પોતાના પુસ્તકને લઈને તોડ્યું મૌન, આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’નું સ્ટેટસ જણાવ્યું

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ભારતીય થલ સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મકુંદ નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને લઈને દેશમાં હડકંપ મચી ગયો છે. આ દરમિયાન મનોજ નરવણેની આત્મકથા ‘4 Stars of Future’ અંગે નવા નિવેદન, Penguin India દ્વારા જણાવેલ સ્ટેટસ પર સ્પષ્ટતા કરી છે.

જનરલ નરવણેએ તોડ્યું મૌન
જનરલ નરવણેએ તોડ્યું મૌન

નવી દિલ્હી: ભારતીય થલ સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મકુંદ નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને લઈને દેશમાં હડકંપ મચી ગયો છે. તેના પુસ્તકને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બીજેપી પર આક્રમક વલણ અપનાવી રહ્યાં છે.

આ વચ્ચે જનરલ નરવણે પોતાના પુસ્તકને લઈને પોતાનો પક્ષ એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. તેણે Penguin Indiaના નિવેદનને એક્સ પર શેર કરતા જણાવ્યું, પુસ્તકની વર્તમાન સ્થિતિ આ છે.

એટલે કે જનરલ નરવણેએ પોતાના પુસ્તકને લઈને ક્લિયર કરી દીધું છે કે, જે વાત Penguin India પબ્લિકેશને કહી હતી, એ જ તેના પુસ્તકનું સ્ટેટસ છે.

‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ આત્મકથા અંગે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “તાજેતરની જાહેર ચર્ચા અને મીડિયા રિપોર્ટોને ધ્યાનમાં રાખીને, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા સ્પષ્ટતા કરવા માંગે છે કે ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલ પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ના પ્રકાશન અધિકાર અમારી પાસે છે. અમે સ્પષ્ટ કરી દઈએ કે પુસ્તકનું પ્રકાશન હજી સુધી કરવામાં આવ્યું નથી. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પુસ્તકની કોઈ પણ નકલ – છાપેલી કે ડિજિટલ સ્વરૂપે – પ્રકાશિત, વિતરિત, વેચાણ કે અન્ય કોઈ રીતે જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવી નથી.”

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ આગળ કહ્યું, “પુસ્તકની કોઈ પણ નકલ, સંપૂર્ણ હોય કે આંશિક, છાપેલી, ડિજિટલ, પીડીએફ અથવા અન્ય કોઈ પણ સ્વરૂપમાં, ઓનલાઈન કે ઑફલાઈન, કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રસરી રહી હોય તો તે PRHIના કૉપિરાઇટનો ભંગ ગણાશે અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પુસ્તકના ગેરકાયદેસર અને અનધિકૃત પ્રસાર વિરુદ્ધ કાનૂની રીતે ઉપલબ્ધ તમામ પગલાં લેશે. પ્રકાશકની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.”

ઉલ્લેખનીય છે કે આ પુસ્તકની નકલને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદમાં પણ પહોંચ્યા હતા અને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, ભાજપે આ પુસ્તક અંગે રાહુલ ગાંધીના દાવાઓનો ખંડન કર્યો હતો. ભાજપના ટોચના નેતાઓએ જણાવ્યું હતું કે આ પુસ્તક હજી સુધી પ્રકાશિત જ થયું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *