મોરબીના ધરમપુર ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની હતી અને પૂલ પરથી નીચે પાણીમાં ખાબકી હતી. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિકો તથા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને પાણી બહાર કાઢવામાં આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે થાર કારમાં ચાર લોકો બેઠા હોવાની ચર્ચા છે.
Source link
