હવામાન વિભાગના, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભેજ અને પવનની દિશાને કારણે ઠંડી ઓછી થઈ છે. આ સાથે તેમણે આજે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, ત્રીજીથી આઠમી જાન્યુઆરીમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ તારીખોમાં ક્યાંય પણ વરસાદની આગાહી આપી નથી.

