પંચમહાલમાં વિદ્યાર્થીએ ક્લાસમાં મહિલા શિક્ષિકાને લાફો મારી દીધો, કારણ જાણીને તમે ચોંકી જશો

પંચમહાલમાં વિદ્યાર્થીએ ક્લાસમાં મહિલા શિક્ષિકાને લાફો મારી દીધો, કારણ જાણીને તમે ચોંકી જશો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


પંચમહાલમાં એક વિદ્યાર્થીએ ક્લાસમાં એક મહિલા શિક્ષિકાને થપ્પડ મારી દીધી. આ સમગ્ર શરમજનક ઘટના વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં દેખાય છે કે વિદ્યાર્થીએ મારેલો લાફો એટલો જોરદાર હતો કે મહિલા શિક્ષક જમીન પર પડી ગઈ. અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિ શાંત પાડી. જાણકારી અનુસાર આ ઘટના એક ખાનગી શાળામાં બની હતી.

અહેવાલો અનુસાર જ્યારે મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીને પૂછ્યું કે તે મોડો કેમ આવ્યો ત્યારે તે દલીલ કરવા લાગ્યો. દલીલ દરમિયાન વિદ્યાર્થીએ શિક્ષિકાના ગાલ પર થપ્પડ મારી દીધી. શાળા પ્રશાસને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી વિદ્યાર્થી અને તેના વાલી સામે કાયદેસરની કાર્યવાહી હાધ ધરી હતી.

શાળામાં મોડા આવવાનું કારણ પૂછવા જેવી સામાન્ય બાબતે એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 

અમદાવાદની ઘટનાઓ પણ ચર્ચામાં

તમને જણાવી દઈએ કેસ, જાન્યુઆરીમાં ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલની બહાર દસમા ધોરણના વિદ્યાર્થી પર ટોળાએ હુમલો કર્યો હતો. સપ્ટેમ્બર 2025માં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની બહાર થયેલા જીવલેણ હુમલાથી વિદ્યાર્થીઓના વર્તન અને દેખરેખ પર પ્રશ્નો ઉભા થયા હતા. ત્યાં જ થોડા દિવસો પહેલા મણિનગરમાં ઝઘડા બાદ એક ખાનગી શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના સહાધ્યાયીની પાણીની બોટલમાં કેમિકલ ટેબ્લેટ ભેળવી દીધી. કેમિકલ યુક્ત પાણી પીધા પછી વિદ્યાર્થી બીમાર પડી ગયો. આ ઘટનાએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *