ન્યૂઝ 18ના અહેવાલ પર મહોર વાગી: ભાજપે 33 પૈકી 7 જિલ્લા સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા

ન્યૂઝ 18ના અહેવાલ પર મહોર વાગી: ભાજપે 33 પૈકી 7 જિલ્લા સંગઠનના હોદ્દેદારો જાહેર કર્યા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ભાજપ દ્વારા 33 જિલ્લા પૈકી કુલ 7 જિલ્લાના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરી છે. ત્યારે જાણો કયા કયા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે.

6 જિલ્લામાં ભાજપ સંગઠનના  હોદ્દેદારો જાહેર
6 જિલ્લામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો જાહેર

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ બાકી હતી. જે અંગે અનેક અટકળો ચાલતી હતી કે ભાજપ સંગઠન પર્વ 2024 અંતર્ગત પ્રદેશ ભાજપની ટીમ જાહેર કરતું નથી. તે વચ્ચે ગુજરાત ભાજપના સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ ગમે તે ક્ષણે કરશે તેવા સમાચાર ન્યૂઝ 18 દ્વારા ગઈકાલે પ્રસારિત કર્યા હતા. હવે ન્યૂઝ 18 દ્વારા પ્રસારિત કરેલા સમાચાર પર ભાજપની મહોર વાગી છે. કેમકે ભાજપે 33 જિલ્લા પૈકી કેટલાક જિલ્લાઓમાં ગઈકાલે અને આજે જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ કરી દીધી છે.

ભાજપે કુલ 33 જિલ્લામાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ કુલ 7 જિલ્લાના સંગઠનની જાહેરાત કરી દીધી છે. જેમાં સૌપ્રથમ ભાજપે દાહોદ જિલ્લા ભાજપની ટીમનો સમાવેશ થાય છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આણંદ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લા ભાજપની ટીમો જાહેર કરી હતી. આજે પ્રદેશ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાની ટીમોનું સંગઠન જાહેર કર્યું છે. જે પૈકી ભાજપે આજે પ્રથમ વલસાડ ત્યારબાદ ડાંગ અને સુરત એમ ત્રણ જિલ્લા ભાજપની ટીમો જાહેર કરી છે.

ભાજપે અત્યાર સુધીમાં 33 જિલ્લાઓમાંથી કુલ 7 એટલે કે દાહોદ, આણંદ, જૂનાગઢ, વલસાડ, ડાંગ, સુરત અને બોટાદ જિલ્લા સંગઠનની જાહેરાત કરી દીધી છે. આ તમામ જિલ્લાઓમાં ભાજપે 8 ઉપપ્રમુખો, ત્રણ મહામંત્રીઓ, આઠ સંગઠન મંત્રીઓ, જિલ્લા કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, આઈટી ઇન્ચાર્જ, મીડિયા ઇન્ચાર્જ નિયુક્તિની સાથે જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ કરી દીધી છે.

આ ઉપરાંત જિલ્લામાં ભાજપે યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચા અને લઘુમતી મોરચા એમ તમામ મોરચાના પ્રમુખ અને મોરચાના વાઇસ બે-બે મહામંત્રીને નિયુક્ત કરી દીધા છે. આમ ભાજપ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંગઠનની કામગીરી પૂર્ણ કરીને ગ્રાઉન્ડ મજબૂત કરવા તરફની કામગીરીમાં લાગી ચૂક્યું છે. નિયુક્તિમાં ભાજપે જ્ઞાતિવાદી બેલેન્સ રાખીને અને યુવાનોને તક આપેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *