ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન: રણવીર સિંહની ફિલ્મની સુનામી, 12 દિવસમાં તોડ્યા 19 મોટા રેકોર્ડ્સ

ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન: રણવીર સિંહની ફિલ્મની સુનામી, 12 દિવસમાં તોડ્યા 19 મોટા રેકોર્ડ્સ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણબીર સિંહ, અક્ષય ખન્ના જેના ધુંરધર અભિનેતાઓની ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ઇન ફોર્મ ક્રિકેટરની જેમ બોક્સ ઓફિસ પર તોફાની બેટીંગ કરી રહી છે. શરૂઆતના વિવાદો અને પડકારો છતાં, આ ફિલ્મે અનેક મોટા સર્જકો અને ફિલ્મોને તેમના અગાઉના રેકોર્ડ્સ પરથી નીચે હટાવી દીધા છે.

12 દિવસમાં જંગી કમાણી

ઇન્ડસ્ટ્રી ટ્રેકર ‘સેકનિલ્ક’ (Sacnilk) ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેના 13 માં દિવસે પણ ₹30 કરોડની કમાણી કરી છે, જેનાથી ભારતનું નેટ કલેક્શન ₹411 કરોડ સુધી પહોંચી ગયું છે. વિશ્વભરમાં (Worldwide) આ ફિલ્મ 12 દિવસના અંતે અંદાજે ₹625 થી ₹630 કરોડ નો આંકડો સ્પર્શી ગઈ છે.

‘એનિમલ’ સાથે ટક્કર અને નવા રેકોર્ડ્સ

‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર રણવીર સિંહના કરિયરના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ ફિલ્મે કુલ 19 રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. જોકે, શરૂઆતના દિવસોમાં સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ (Animal) આગળ હતી, પરંતુ બીજા અઠવાડિયાથી ‘ધુરંધર’ એ એવી ઝડપ પકડી કે દરેક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા. તે હિન્દી સિનેમામાં બીજા અઠવાડિયે ₹200 કરોડ થી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે.

https://www.instagram.com/p/DSWkZ-nkRUs

થિયેટર ઓક્યુપન્સીમાં જોરદાર ઉછાળો

13 માં દિવસે પણ આ ફિલ્મની ઓક્યુપન્સી 42.88% જોવા મળી હતી. સાંજના શોમાં 50.42% અને નાઇટ શોમાં 56.53% સુધીનો આંકડો ગયો હતો, જે સાબિત કરે છે કે પ્રેક્ષકોમાં આ ફિલ્મનો ક્રેઝ ઘટ્યો નથી. હવે આ ફિલ્મ અનિલ શર્માની ‘ગદર 2’ (Gadar 2 – ₹686 કરોડ) ના વર્લ્ડવાઇડ રેકોર્ડને તોડવાની ખૂબ નજીક છે.

ધુરંધર’ એ તોડેલા 19 ઐતિહાસિક રેકોર્ડ્સ:

રણવીર સિંહની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ: ‘પદ્માવત’ (₹585 કરોડ) નો રેકોર્ડ તોડ્યો.

રણવીર સિંહનું સૌથી મોટું ઓપનિંગ વીકેન્ડ: ₹103 કરોડ નેટ.

હિન્દીમાં A-રેટેડ ફિલ્મ માટે સૌથી મોટો સાતમો દિવસ: ₹27 કરોડ નેટ.

રણવીર સિંહનું સૌથી મોટું ઓપનિંગ વીક: ₹207.25 કરોડ નેટ.

હિન્દીમાં કોઈપણ ફિલ્મ માટે સૌથી મોટો 8 મો દિવસ: ₹32.50 કરોડ નેટ.

આ પણ વાંચો | ધુરંધર ફિલ્મની સફળતા વચ્ચે શ્રધ્ધા કપૂરે કરી આ માંગ

હિન્દીમાં કોઈપણ ફિલ્મ માટે સૌથી મોટો 9 મો દિવસ: ₹53 કરોડ નેટ.

હિન્દીમાં કોઈપણ ફિલ્મ માટે સૌથી મોટો 10 મો દિવસ: ₹58 કરોડ નેટ.

હિન્દીમાં કોઈપણ ફિલ્મ માટે સૌથી મોટું બીજું વીકેન્ડ: ₹143.50 કરોડ નેટ.

હિન્દીમાં સૌથી મોટો બીજો શુક્રવાર.

હિન્દીમાં સૌથી મોટો બીજો શનિવાર.

હિન્દીમાં સૌથી મોટો બીજો રવિવાર.

આ પણ વાંચો | ધુરંધર બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે આ ફિલ્મ, જુઓ ટિઝર

ડાયરેક્ટર આદિત્ય ધરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ.

2025 ની સૌથી વધુ કમાણી કરનારી A-રેટેડ ભારતીય ફિલ્મ.

બીજા વીકેન્ડમાં ઉછાળો લાવનારી એકમાત્ર ₹100 કરોડ+ ઓપનિંગ વાળી ફિલ્મ.

હિન્દીમાં સૌથી મોટો બીજો મંગળવાર: ₹30 કરોડ નેટ.

હિન્દી સિનેમાનું અત્યાર સુધીનું સૌથી મોટું બીજું અઠવાડિયું.

હિન્દીમાં બીજા અઠવાડિયે ₹200 કરોડ નેટ મેળવનાર એકમાત્ર ફિલ્મ.

હિન્દીમાં સૌથી મોટો બીજો સોમવાર.

હિન્દીમાં A-રેટેડ ફિલ્મ માટે સૌથી મોટો 11 મો દિવસ.

આ પણ વાંચો: શું તમને ખબર છે ભારતની સૌથી અમીર અભિનેત્રી કોણ છે? જાણો

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન જેવા દિગ્ગજ કલાકારો છે, જેમના શાનદાર પરફોર્મન્સે આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *