Final Up to date:
સાંસદ અને નાયબ દંડક ધવલ પટેલ અને ધરમપુર નાધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાદયક્ષ અરવિંદ પટેલે આ ઘટનાને લવ જેહાદ ઘટના જણાવી હતી.
વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધરમપુર તાલુકામાં બનેલી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘટના એવી છેકે, એક વિધર્મી યુવક દ્વારા આદિવાસી સમાજની સગીર વયની યુવતીને ભગાડી જવાની ઘટના બની છે. જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજ અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા સાંસદ અને લોકસભાના નાયબ દંડક ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને અન્ય સામાજિક આગેવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.
આખી ઘટના અંગે પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને યુવતીને વહેલી તકે શોધી કાઢવા અને ગુનેગાર સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે. સાંસદ અને નાયબ દંડક ધવલ પટેલ અને ધરમપુર નાધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાદયક્ષ અરવિંદ પટેલે આ ઘટનાને લવ જેહાદ ઘટના જણાવી હતી.
લવ જેહાદ ઘટના સખત શબ્દોમાં વખોડતા નાયબ દંકડ ધવલ પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજની દીકરી સાથે કાવતરું કરીને વિધર્મીઓ લલચાવી-ફોસલાવીને કરવામાં આવતું આ કૃત્ય અસ્વીકાર્ય છે. આદિવાસી યુવતીઓ પર થતા આવા અત્યાચારો સામે પોલીસ અને સરકાર દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આ ગુનામાં સંડોવાયેલા લોકોને એવી કડક સજા મળવી જોઈએ જે સમાજ માટે એક ઉદાહરણ બને અને સમાજમાં આવી છાશવારે બનતી ઘટનાઓ અટકે. અન્ય પક્ષો સામે નિશાન સાધતા આદિવાસી હિત રક્ષક હોવાનો દાવો કરતા નેતાઓ પર પણ પ્રહાર કર્યા હતા કે, જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે. અથવા નવસારીના દાભેલ જેવી હત્યાની ઘટનાઓ બને છે. ત્યારે આ મસીહા બનીને ફરતા નેતાઓ કેમ મૌન સેવે છે? તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક લોકો માટે આદિવાસી સમાજ માત્ર વોટ બેંક જ છે. આમ ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ સાથે લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની માંગણી ભાજપના નેતાઓ કરી છે.
ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની લોકસભા નાયબ દંડકે કરી માંગણી!

