દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી.

બે મિત્રોના મોતબે મિત્રોના મોત
બે મિત્રોના મોત

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. રાજકોટથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તા પર બેસેલા પશુના કારણે અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર બે કાબૂ બનીને ડિવાઈડર કૂદી ગઈ હતી, જ્યાં સામેથી આવી રહેલા ટ્રક સાથે ટક્કર થતાં કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં સવાર બન્ને મિત્રોના મોત નીપજ્યા હતા.

બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે, ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડક કૂદીને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર પ્રીતરાજસિંહ તથા પ્રતિપાલસિંહ નામના બંન્ને મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા.

પ્રાથમિક જાણકારી પ્રમાણે બંન્ને મૃતક યુવકો ગઢકા ગામના વતની હતા. બંને મિત્રો રાજકોટથી ગઢકા ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *