Final Up to date:
દેવભૂમિ દ્વારકામાં 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. આ મહિલાઓ દ્વારકામાં આવેલ રુક્ષ્મણી મંદિરની પાછળના ભાગે પોતાનું મોઢું છુપાવીને ફરી રહી હતી. તે સમયે તેમના પર લોકોને શંકા ગઈ અને પછી એસઓજી દ્વારા પાંચેય મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
દ્વારકા: ગુજરાત સહિત ભારતભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો પ્રશ્ન છે. ત્યારે દ્વારકામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અહીંયા 5 બાંગ્લાદેશી મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાઓ દ્વારકાના રુક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં શંકાસ્પદ રીતે વાતચીત કરતી હતી. સાથે જ પોતાનો ચહેરો છુપાવીને ફરી રહી હતી. તે સમયે તેઓની પૂછપરછ કરવામાં આવી અને સમગ્ર હકીકત સામે આવી. જેથી પોલીસે પાંચેય મહિલાઓને હાલ ઝડપી પાડી છે.
આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈકાર્ડ તેમજ મોબાઈલ નંબરો મળી આવ્યા છે. પૂછપરછ કરતા સામે આવ્યું કે જે એજન્ટે તેમને ગુજરાતમાં પહોંચાડી તેણે 25 હજાર રૂપિયા દરેક મહિલા પાસેથી લીધા હતા. સાથે જ તેમણે એ વાતની પણ કબૂલાત આપી છે કે તેઓ દરિયાના રસ્તેથી ભારતમાં પ્રવેશી છે. જોકે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી આ 5 બાંગ્લાદેશી મહિલાઓને હાલ ઝડપી પાડવામાં આવી છે. સાથે જ તેમની તેઓ કેવી રીતે ગુજરાત સુધી પહોંચી તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે. જેમાં તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
દ્વારકા:બાંગ્લાદેશી 5 મહિલાઓ ઝડપાઈ
ગેરકાયદેસર રીતે કરી હતી ઘુષણખોરી#Breakingnews #Gujaratinews #News18Gujarati pic.twitter.com/lxxezdHjiP
— News18Gujarati (@News18Guj) March 17, 2025
મહિલા દ્વારકામાં આવેલ રુક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં હતી અને શંકાસ્પદ રીતે વાતચીત કરી રહી હતી. તે સમયે એસઓજી દ્વારા પાંચેય મહિલાઓને ઝડપી પાડવામાં આવી. મહિલાઓ ક્યાંથી અને કેવી રીતે ભારતમાં પ્રવેશી છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. જોકે સમગ્ર મામલે હાલ અત્યાર સુધી એવી માહિતી સામે આવી છે કે સમુદ્રી માર્ગેથી આ મહિલાઓ ભારતમાં ઘુસી અને જે એજન્ટે તેમને ભારતમાં પહોંચાડી તેણે 25 હજાર રૂપિયા મહિલાઓ પાસેથી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે આ પાંચેય મહિલાઓ ભારતમાં રહીને ગેરકાયદેસર કમાણી કરીને પૈસા મોકલતી હતી તેવી માહિતી પણ સામે આવી છે. એજન્ટ તેમને આપેલા રૂપિયામાંથી પોતાનું કમિશન કાઢી લે અને પછી તે બાંગ્લાદેશી નાગરીકોના પરિવારોને ભારતમાં મોકલે છે. આ મહિલાઓ ભારતમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. જેમા હિન્દુ યુવકો સાથે રહી તે ભારતમાં વસી જતી હતી. સમગ્ર મામલે પોલાીસ હાલ આ મહિલાઓના કોની સાથે સંપર્ક છે સાથેજ તેમનું નેટવર્ક કેટલું ફેલાયેલું છે તેને લઈને તપાસ કરી રહી છે.
Dwarka,Jamnagar,Gujarat
March 17, 2025 4:32 PM IST