વરસાદી માહોલ વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગોમતી ઘાટ, સંગમઘાટ, લાઈટ હાઉસ સહિતના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે તંત્ર સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરી રહ્યું છે. એક તરફ સમુદ્રમાં ભારે કરંટ હોવાથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ દરિયા કાંઠે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. દરિયાનું રૌદ્ર રુપ જોઈને લોકોને પાણીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
Source link
