દ્વારકાના દરિયાકાંઠે આ શું તણાઈ આવ્યું? જોવા લોકો ટોળે વળ્યાં

દ્વારકાના દરિયાકાંઠે આ શું તણાઈ આવ્યું? જોવા લોકો ટોળે વળ્યાં

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં કન્ટેનર તણાઈ આવ્યાની ઘટના બની છે. વરવાળા ગામના દરિયા કાંઠે એક કન્ટેનર તણાઈ આવ્યા અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ કન્ટેનરની અંદર કેમિકલ હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે આ કન્ટેનર ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાતના પોરબંદર અને કચ્છના દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવ્યાના બનાવો બન્યા છે. ત્યારે હવે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં એક કન્ટેનર તણાઈ આવતા FSL દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કન્ટેનર તણાઈ આવ્યા અંગેના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળા એકઠા થયાં હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *