દ્વારકા: દેવભૂમિ દ્વારકાથી દર્શન કરીને વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત સર્જાયો હતો. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બસ અને બોલેરો કાર અથડાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનની બહાર કાઢીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારકા દર્શન કરીને વડોદરા તરફ જઈ રહી હતી. ત્યારરે PGVCLની જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંન્ને વાહનોને મોટાપાયે નુકસાન થયું હતું.
Source link
