દુલ્હન સ્ટેજ પર આવી અને વરરાજાએ જોવા જેવી કરી, વીડિયો જોઈને મોજ પડી જશે

દુલ્હન સ્ટેજ પર આવી અને વરરાજાએ જોવા જેવી કરી, વીડિયો જોઈને મોજ પડી જશે

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

વરરાજા અને દુલ્હન માટે તેમના લગ્નનો દિવસ તેમની જિંદગી માટે સૌથી મોટો દિવસ હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક કપલના લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વરમાળાની વિધિ વખતે વરરાજાએ જે કર્યું તે જોઈને તમને પણ મોજ પડી જશે.

(Image: Instagram@manualmode.by.hr)
(Picture: Instagram@manualmode.by.hr)

લગ્નની સિઝન હોય અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ન થાય તેવું તો ક્યારેય નથી બનતું. અમુક વાર લગ્નના એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેને જોઈને યુઝર્સ ખુશ થઈ જતા હોય છે. કંઈક આવો જ એક લગ્નનો વીડિયો હાલ વાયરલ થયો છે જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો. વીડિયોમાં દુલ્હન જેવી સ્ટેજ પર આવે છે કે વરરાજા કંઈક એવું કરી બેસે છે જેને જોઈને પંડિત પણ આગળ વધી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો સ્ટેજ તૈયાર છે અને વરમાળાની વિધિ શરૂ થવાની હોય છે. આસપાસ મહેમાનો ઊભા હોય છે. કેમેરા ચાલુ હોય અને માહોલ એકદમ જોરદાર હોય છે. ત્યારે અચાનકથી જ વરરાજા કંઈક એવું કરે છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. જેવી દુલ્હન વરમાળા પહેરાવવા માટે આગળ વધે છે કે વરરાજા તેને રોકે છે.

વરરાજાએ દુલ્હનને રોકતા ત્યાં ઊભેલા લોકો પણ ચોંકી જાય છે કે આખરે થઈ શું રહ્યું છે. વરરાજા પછી પોતાનો ફોન બહાર કાઢે છે અને દુલ્હનનો ફોટો ખેંચે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુલ્હન પહેલા તો થોડી હેરાન થાય છે પરંતુ તે સમજી જાય છે કે વરરાજા શું કરવાનો છે. ફોટો ખેંચતી વખતે દુલ્હન પણ પોઝ આપતી દેખાય છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @manualmode.by.hr નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. રમૂજી વાત તો એ છે કે વરરાજાની હરકત જોઈને પંડિત પણ ત્યાંથી નીકળી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે. યુઝર્સ કોમેન્ટમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા આ વીડિયોને લઈને રમૂજી પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *