દુલ્હનની એન્ટ્રી થઈ અને મહેમાનો જોતા જ રહી ગયા, વિડિયો જોઈને નવાઈ પામી જશો

દુલ્હનની એન્ટ્રી થઈ અને મહેમાનો જોતા જ રહી ગયા, વિડિયો જોઈને નવાઈ પામી જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર હાલ એક દુલ્હનની એન્ટ્રીનો વિડિયો વાયરલ થયો છે. જે સમયે દુલ્હન એન્ટ્રી કરે છે ત્યારે ત્યાં ઊભેલા મહેમાનો પણ નવાઈ પામી જાય છે. આ વિડિયો જોઈને તમે પણ નવાઈ પામી જશો.

દુલ્હનની એન્ટ્રીનો વીડિયો વાયરલ (Image: X@MLA_jnm5050)
દુલ્હનની એન્ટ્રીનો વીડિયો વાયરલ (Picture: X@MLA_jnm5050)

લગ્નની સિઝન શરૂ થતાની સાથે સોશિયલ મીડિયા પર અલગ અલગ વિડિયો વાયરલ થતા હોય છે. હાલ લગ્નમાં વરરાજા અને દુલ્હનની યુનિક એન્ટ્રીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આવામાં સોશિયલ મીડિયા પર એક દુલ્હનની એન્ટ્રીનો વિડિયો વાયરલ થયો છે. જે રીતે દુલ્હને પોતાના જ લગ્નમાં એન્ટ્રી કરી છે. તેને જોઈને તમે પણ નવાઈ પામી જશો. વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે લગ્નનો માહોલ વચ્ચે ચારેય બાજુ મહેમાનો ઊભા છે. સામાન્ય રીતે લગ્નમાં દુલ્હન કારમાં બેસીને મંડપ સુધી પહોંચતી હોય છે. જોકે અહીંયાનો નજારો એકદમ અલગ છે. અહીંયા દુલ્હન સુપરબાઈક પર બેસીને મંડપ તરફ જાય છે અને તે સમયે તેણે દુલ્હનનો ડ્રેસ પહેરીને પૂરા આત્મવિશ્વાસ સાથે બાઈક ચલાવી રહી છે.

દુલ્હન જેવી બાઈક લઈને આગળ વધે છે કે કેમેરામેન તેની પાછળ દોડે છે. જોકે દુલ્હન બાઈકને રોકી પણ દે છે. કેમેરામેનને કદાચ એવું હશે કે ક્યાંક દુલ્હન બાઈક કોઈને અડાવી ન દે પરંતુ તેવું કશું જ નથી થતું. લગ્નમાં આવેલા મહેમાનો પણ દુલ્હનનો આ શાહી અંદાજ જોઈને ચોંકી ગયા હતા અને દુલ્હનને આ રીતે બાઈક ચલાવતી જોઈને નવાઈ પામી ગયા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વિડિયો @MLA_jnm5050 નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ફોટોગ્રાફર પણ નવા નવા ટ્રેન્ડ લઈને આવી રહ્યા છે. આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને વિડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં મોટા ભાગના યુઝર્સ દ્વારા રમૂજી પ્રતિક્રિયા આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *