દાઉદની જેમ લોરેન્સ પણ મુંબઈમાં દબદબો બનાવવા ઈચ્છે છે? સલમાન, કપિલ બાદ રોહિત શેટ્ટીનો વારો આવ્યો, સેલિબ્રિટીઓ ચૂપ શા માટે?

દાઉદની જેમ લોરેન્સ પણ મુંબઈમાં દબદબો બનાવવા ઈચ્છે છે? સલમાન, કપિલ બાદ રોહિત શેટ્ટીનો વારો આવ્યો, સેલિબ્રિટીઓ ચૂપ શા માટે?

વર્લ્ડ WORLD
Spread the love


એવી પણ માહિતી સામે આવી છે કે ગેંગસ્ટર્સ તરફથી ડાયરેક્ટરને મેસેજ પણ કરવામાં આવ્યા છે. આ મેસેજ અને કોલ્સનો જવાબ ન આપવાને લઈને બિશ્નોઈ ગેંગે રોહિતના ઘર પર હુમલો કર્યો હતો. ડાયરેક્ટરના ઘરની બહાર ગોળીઓ ચલાવવા વાળા અને જવાબદારી લેવા વાળા ગેંગસ્ટરોએ હાલ જ 2 પંજાબી બોલિવૂડ સિંગરોને પણ ધમકી આપી હતી.

લોરેન્સ બિશ્નોઈની ગેંગે જે સેલેબ્રિટીઓને ધમકાવ્યા તેનું લિસ્ટ

રોહિત શેટ્ટી: ગત શનિવાર 1 ફેબ્રુઆરીએ જુહુ વિસ્તારમાં આવેલ ડાયરેક્ટરના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

કપિલ શર્મા: કોમેડિયનના કાફે પર ગત ઓક્ટોબર મહિનામાં ત્રીજી વાર ફાયરિંગ થયું હતું. આ પહેલા ગત 9 જુલાઈ અને 7 ઓગસ્ટે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

દિશા પટણી: ઉત્તરપ્રદેશના બરેલીમાં આવેલ અભિનેત્રીના ઘરે સપ્ટેમ્બર 2025માં ફાયરિંગ થયું.

સલમાન ખાન: બોલિવૂડના દબંગ ગણાતા સુપરસ્ટારના ઘરે પણ 14 એપ્રિલ 2025ના રોજ ફાયરિંગ થયું હતું.

એપી ઢિલ્લો: પ્રખ્યાત પંજાબી સિંગરના વેંકૂવરમાં આવેલ ઘરમાં પણ સપ્ટેમ્બર 2024માં ફાયરિંગ થયું હતું.

ગિપ્પી ગ્રેવાલ: પંજાબી સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં આવેલ ઘર પર પણ નવેમ્બર 2025ના રોજ ફાયરિંગ થયું હતું.

સિંગર બિ પ્રાંકને ધમકી આપીને 10 કરોડ રૂપિયા માગવામાં આવ્યા હતા. પંજાબી સિંગર દિલનૂરને પણ આ ગેંગ દ્વારા ધમકાવવામાં આવ્યો હતો. જેને લઈને પંજાબ પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ થાય છે કે શું આ દરેક મામલાઓને ધ્યાનમાં રાખીને લોરેન્સની ગેંગ શું બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકાવીને વસૂલી કરવા માગે છે?

શું મુંબઈમાં એક બાદ એક ગોળીઓ ચલાવીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પોતાનો સિક્કો જમાવવા માગે છે? રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયા બાદ લોરેન્સ ગેંગ તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી અને આ પોસ્ટમાં તેણે આખા બોલિવૂડને ધમકી આપી હતી.

પોસ્ટમાં લખવામાં આવ્યું કે અમે જેને જેને ફોન લગાવ્યો છે તેઓ બધા સમયસર લાઈન પર આવી જાય નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ થશે. એટલું જ નહીં આરજૂ બિશ્નોઈએ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કર્યા બાદ ઓડિયો જાહેર કરીને બોલિવૂડ સેલિબ્રિટીઓને ધમકાવ્યા. તો સવાલ એ થાય છે કે શું લોરેન્સ ગેંગ બોલિવૂડમાં રોહિત શેટ્ટી સિવાય અન્ય કયા લોકોને ધમકી ભર્યા ફોન કર્યા હતા?

જો ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા તો પછી ફરિયાદ કરવામાં કેમ નથી આવી? રોહિત શેટ્ટીને પણ ધમકી ભર્યા ફોન આવી રહ્યા હતા જે તેણે ઇગ્નોર કર્યા હતા. પરિણામ એ આવ્યું કે તેના ઘરની બહાર તાબડતોબ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેને લઈને રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરી.

બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, દિશા પાટણીના ઘરે ફાયરિંગને લઈને હવે બોલિવૂડમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ ફેલાયો છે. શું લોરેન્સ ગેંગથી ડરીને બોલિવૂડના લોકો તેની સામે ફરિયાદ દાખલ નથી કરી રહ્યા? સમગ્ર મામલે હવે જોવાનું એ છે કે આ મુદ્દે જે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તેના જવાબ ક્યારે મળશે.

છેલ્લા 2 વર્ષમાં લોરેન્સ ગેંગે જે રીતે મુંબઈમાં મોટા મોટા ક્રાઈમને અંજામ આપ્યો છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે લોરેન્સ ગેંગ પૂરી રીતે દાઉદની જેમ મુંબઈમાં પોતાનો સિક્કો ચલાવવા માગે છે. સાથે જ આ ગેંગ લોકોને ડરાવી ધમકાવીને વસૂલી રેકેટ પણ ચલાવવા માગે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *