Final Up to date:
અભિષેક બચ્ચને પોતાની અપકમિંગ બિગ બજેટ ફિલ્મને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું કે તે ટૂંક સમયમાં તે ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. ત્યારે કઈ છે આ ફિલ્મ જાણો તેને લઈને સંપૂર્ણ માહિતી.
અભિષેક બચ્ચનને હાલ ફિલ્મફેર એવોર્ડમાં ‘આઈ વોન્ટ ટુ ટોક’ ફિલ્મને લઈને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ઓટીટીની દુનિયામાં પહેલાથી અભિષેક બચ્ચન છવાયેલા છે. પોતાના બ્રેક લાગેલા કરિયરને તેઓ ધીરે ધીરે એક્સિલરેટર આપી રહ્યા છે. આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી એવી ચર્ચા હતી કે અભિષેક એક બિગ બજેટ ફિલ્મમાં ખૂંખાર વિલનનો રોલ કરવાના છે. આ ચર્ચા પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ખૂંખાર વિલનના રોલમાં જોવા મળશે. હાલમાં આયોજિત થયેલા ગ્લોબલ બિઝનેસ સમિટ 2026માં અભિષેકે પોતાના લુકને લઈને વાત કરી. જ્યારે તેના લુકની વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, મને ખુશી છે કે લોકોએ મારા લુકમાં આવેલા બદલાવને નોટિસ કર્યો.
અભિષેક બચ્ચને સત્તાવાર જણાવ્યું કે તે હાલમાં પોતાની નવી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે તેણે ફિલ્મની સ્ટોરી અને તેના પાત્રને લઈને કોઈ ડિટેલ આપવાની ના પાડી દીધી અને આને લઈને સરપ્રાઈઝ બનાવી રાખવા માટે દબાણ કર્યું.
જોકે અભિષેક બચ્ચને પોતાના આ પ્રોજેક્ટને લઈને સત્તાવાર ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે જ તેના લુક્સના વખાણ કરતા યુઝર્સે કહ્યું કે, ઉંમરની સાથે તે વધારે હેન્ડસમ લાગી રહ્યા છે. ઘણા યુઝર્સે એવી આશા જગાવી કે આ ફિલ્મમાં અભિષેકની યુવા ફિલ્મ જેવી દમદાર એક્ટિંગ જોવા મળશે.
Feb 16, 2026 11:28 PM IST

