તણાવની વચ્ચે ભારતની કૂટનીતિ: જયશંકરે ઈરાન-ઈઝરાયેલ બંનેને સમજાવ્યા

તણાવની વચ્ચે ભારતની કૂટનીતિ: જયશંકરે ઈરાન-ઈઝરાયેલ બંનેને સમજાવ્યા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા અને તણાવને વધતો રોકવા માટે આગ્રહ કર્યો છે. ભારતે એ વાત પર ભાર આપ્યો છે કે તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.

News18
News18

નવી દિલ્હી: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે હુમલો કરી દીધો છે. આ દરમ્યાન મિડલ ઈસ્ટના કેટલાય દેશો આ ઘટનામાં સામેલ થઈ ગયા છે. તો વળી હવે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતનું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા અને તણાવને વધતો રોકવા માટે આગ્રહ કર્યો છે. ભારતે એ વાત પર ભાર આપ્યો છે કે તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. આ ઉપરાંત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન અને ઈઝરાયેલના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે.

જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરી

મિડલ ઈસ્ટ સંકટ પર ભારતની કૂટનીતિક સક્રિયતા ચાલુ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાધચી સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે હાલના ઘટનાક્રમ પર ભારત તરફથી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને ક્ષેત્રિય સ્થિતિ પર ચર્ચા કરી છે. આ અગાઉ ભારત ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે પણ સંવાદ કર્યો છે. જેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે નવી દિલ્હી સંતુલિત કૂટનીતિ અપનાવી રહી છે.

ભારતે ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે વાત કરી

ભારતે મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કૂટનીતિક પહેલ ચાલુ રાખી છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિડિયન સાર સાથે વાત કરતા સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. વાતચીત દરમ્યાન નવી દિલ્હીએ જણાવ્યું છે કે તણાવ ઘટાડવાનો રસ્તો સંવાદ અને કૂટનીતિ જ છે. ભારત સતત શાંતિ અને સ્થિરતાની અપીલ કરી રહ્યું છે.

ઈરાન પર ઈઝરાયેલે નવો હુમલો શરૂ કરી દીધો છે, જેમાં 200 ફાઈટર જેટ્સથી 500 ઠેકાણા ટાર્ગેટ પર

ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ હુમલાની વધુ એક લહેર શરૂ કરી દીધી છે. ઈઝરાયેલી સેના અનુસાર, સેન્ટ્રલ ઈરાનમાં મિસાઈલ લોન્ચર અને એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવી છે. આઈડીએફે દાવો કર્યો છે કે, લગભગ 200 ફાઈટર જેટ્સે અત્યાર સુધી 500ની આસપાસ ટાર્ગેટ્સ પર હુમલા કર્યા છે. તેનાથી બંને દેશોની વચ્ચે સૈન્ય ટકરાવ તેજ થઈ ગયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *