ડોનાલ્ડ ટ્રમ્પને ખતમ કરવાનું કાવતરું! બંદૂક સાથે પ્રાઇવેટ રિસોર્ટમાં ઘૂસ્યો હુમલાખોર, સિક્રેટ સર્વિસે કરી દીધો ઠાર

ડોનાલ્ડ ટ્રમ્પને ખતમ કરવાનું કાવતરું! બંદૂક સાથે પ્રાઇવેટ રિસોર્ટમાં ઘૂસ્યો હુમલાખોર, સિક્રેટ સર્વિસે કરી દીધો ઠાર

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત પ્રાઇવેટ રિસોર્ટ માર-એ-લાગોની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. જો કે આ જીવલેણ પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે.

ટ્રમ્પને ખતમ કરવાનું કાવતરું
ટ્રમ્પને ખતમ કરવાનું કાવતરું

ફ્લોરિડા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત પ્રાઇવેટ રિસોર્ટ માર-એ-લાગોની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. જો કે આ જીવલેણ પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે. રવિવારે સવારે લગભગ 1.30 વાગ્યે, એક યુવક માર-એ-લાગોમાં હથિયાર સાથે ગેરકાયદે પ્રવેશ કર્યો, ત્યાર બાદ સિક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસની જવાબી કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યો. સિક્રેટ સર્વિસના એજન્ટોએ આ યુવકને હથિયાર હેઠા મૂકવાની ચેતવણી આપી હતી. તેણે બંદૂક સીધી અધિકારીઓ પર તાકી દીધી હતી. તે ટ્રિગર દબાવે તે પહેલા પામ બીચ કાઉન્ટી શેરિફ કાર્યાલયના એક ડિપ્યૂટીએ તેને ઘટના સ્થળે ઠાર કરી દીધો.

રાહતની વાત એ છે કે ઘટના સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હાજર નહોતા. તેઓ શનિવાર રાત્રે વોશિંગ્ટન DCમાં ગવર્નર્સ ડિનરમાં ભાગ લેવા ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા. સિક્રેટ સર્વિસે અધિકૃત નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ઘટના સમયે માર-એ-લાગો ખાતે કોઈ પણ VIP અથવા સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ હાજર નહોતી. આ અથડામણમાં કોઈ પણ એજન્ટ કે પોલીસ અધિકારીને ઈજા પહોંચી નથી.

કોણ હતો હુમલાખોર?

પ્રાથમિક તપાસ મુજબ, ઠાર કરાયેલા આરોપીનો રંગ ગોરો છે અને તેની ઉંમર આશરે 20 વર્ષ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ હજુ સુધી તેની ઓળખ જાહેર કરી નથી, કારણ કે તેના પરિવારજનોને જાણ કરવી બાકી છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું આ યુવાનનો કોઈ ઉગ્રવાદી જૂથ સાથે સંબંધ હતો કે તેણે એકલાએ જ આ હુમલાની યોજના બનાવી હતી.

ટ્રમ્પ પર હુમલો અથવા તેમની સુરક્ષામાં ભંગ થવાની આ પહેલી ઘટના નથી. આ જ મહિનાની 4 તારીખે રાયન રાઉથ (59)ને ટ્રમ્પની હત્યાનું કાવતરું રચવાના આરોપમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે. તે પહેલાં નવેમ્બરમાં વોશિંગ્ટન DCમાં ટ્રમ્પના નિવાસસ્થાન પાસે બે સૈનિકોને ગોળી મારી દેવામાં આવી હતી. વારંવાર આવી ઘટનાઓ થવાથી અમેરિકન સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર ઉભો થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *