આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો. ટ્રમ્પે ઘોષણા કરી કે બંને દેશો વચ્ચે સીઝફાયર માટે સંમતિ થઇ છે અને સાંજે પાંચ વાગ્યે સીઝફાયર થશે. જો કે આ જાહેરાત થયાના માત્ર ત્રણ કલાકમાં જ પાકિસ્તાની સેના વડા અસીમ મુનીરની સેનાએ સીઝફાયર વાયોલેશન કર્યુ અને શ્રીનગર, જમ્મુ, કચ્છમાં ડ્રોન હુમલાઓ કર્યા.
