Final Up to date:
સૂર્યા ફાઈનલ જેવી સૌથી મોટી મેચમાં પહેલા જ બોલ પર આઉટ થયો એટલે કે ગોલ્ડન ડકનો શિકાર થઈને ડગઆઉટ પરત ફર્યો. આ પહેલી વાર નથી, ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતના આ સૂર્યા પર ઘણા બધા અંશે ગ્રહણ જેવું લાગી ગયું છે.
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અને લાખો દર્શકોની આશા, મોકો હતો ટી20 વર્લ્ડ કપની ફાઈનલ અને સામે હતી ન્યૂઝીલેન્ડની ટીમ. દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને આશા હતી કે આજે મિસ્ટર 360 એટલે કે સૂર્યકુમાર યાદવ તોફાની ઈનિંગ્સ રમશે, પણ જે થયું તેણે કરોડો ચાહકોના દિલ તોડી નાખ્યા. સૂર્યા ફાઈનલ જેવી સૌથી મોટી મેચમાં પહેલા જ બોલ પર આઉટ થયો એટલે કે ગોલ્ડન ડકનો શિકાર થઈને ડગઆઉટ પરત ફર્યો. આ પહેલી વાર નથી, ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતના આ સૂર્યા પર ઘણા બધા અંશે ગ્રહણ જેવું લાગી ગયું છે.
સૂર્યકુમાર યાદવ માટે આ વર્લ્ડ કપ કોઈ ખરાબ સપનાથી કમ નથી. જો આખી ટૂર્નામેન્ટના આંકડા પર નજર નાખીએ તો સૂર્યાનું ફોર્મ ટીમ ઈંડિયા માટે ચિંતાનો વિષય છે. આખી ટૂર્નામેન્ટમાં તેના બેટથી USA વિરુદ્ધ એક અડધી સદી (84 રન) આવ્યા. આ ઉપરાંત જ્યારે જ્યારે ટીમને તેની જરુર હતી, સૂર્યા મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો.
| તારીખ | વિપક્ષી ટીમ | મેદાન | રન (સ્કોર) | મેચ આઈડી | પરિણામ |
|---|---|---|---|---|---|
| 7 Feb 2026 | યૂએસએ(USA) | વાનખેડે, મુંબઈ | 84* | T20I # 3686 | ટૂર્નામેન્ટમાં એક માત્ર અડધી સદી |
| 12 Feb 2026 | નામીબિયા | દિલ્હી | 12 | T20I # 3703 | સસ્તામાં આઉટ |
| 15 Feb 2026 | પાકિસ્તાન | કોલંબો (RPS) | 32 | T20I # 3715 | મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ |
| 18 Feb 2026 | નેધરલેન્ડ | અમદાવાદ | 34 | T20I # 3723 | સેટ થઈને વિકેટ ખોઈ દીધી |
| 22 Feb 2026 | દક્ષિણ આફ્રિકા | અમદાવાદ | 18 | T20I # 3730 | પ્રેશરમાં ફ્લોપ |
| 26 Feb 2026 | ઝિમ્બાબ્વે | ચેન્નાઈ | 33 | T20I # 3741 | સરેરાશ પ્રદર્શન |
| 1 Mar 2026 | વેસ્ટઈંડીઝ | ઈડન ગાર્ડન્સ | 18 | T20I # 3750 | જલ્દી આઉટ |
| 5 Mar 2026 | ઈંગ્લેન્ડ | વાનખેડે, મુંબઈ | 11 | T20I # 3752 | સેમિફાઈનલ-ફ્લોપ |
| 8 Mar 2026 | ન્યૂઝીલેન્ડ | અમદાવાદ | 0 | T20I # 3755 | ફાઈનલ-ડક આઉટ |
એક તરફ સૂર્યકુમાર યાદવ આઈસીસી ટી20 રેન્કીંગમાં ટોપ પર છે, તો વળી બીજી તરફ મોટી ટૂર્નામેન્ટમાં નોકઆઉટ મેચોમાં તેનું પ્રદર્શન તેના કદ અનુરુપ નથી રહ્યું. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ખાલી 11 રન અને આજે ફાઈનલમાં શૂન્ય પર આઉટ થવું એ દર્શાવે છે કે સૂર્ય હાઈ પ્રેશર ગેમમાં પોતાની લય ભૂલી જાય છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ જેવી ટીમો વિરુદ્ધ તેણે 30 રનનો આંકડો પાર કર્યો પણ પોતાની શરુઆતને મોટા સ્કોરમાં બદલવામાં નિષ્ફળ રહ્યો છે. એક ફિનિશર અને મધ્યક્રમના સૌથી વિસ્ફોટક બેટ્સમેન પાસેથી સતત નિરંતરતાની આશા કરવામાં આવે છે, તે આ આખા વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યો છે.

