રિંકુ સિંહની ફિયાન્સી પ્રિયા સરોજ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે પ્રિયા સરોજ સાથે 8 જૂન 2026ના રોજ સગાઇ કરી હતી. પ્રિયા સરોજ મછલીશહરથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે. પ્રિયા સરોજ ત્રણ વખતના સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજના પુત્રી છે. 2024માં પ્રિયા સરોજે પ્રથમ લોકસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર બીપી સરોજ (ભોલાનાથ સરોજ) ને 35,850 મતોના અંતરથી હરાવીને જીતી હતી. પ્રિયા સરોજ માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશથી લોકસભા પહોંચનારી સૌથી નાની ઉંમરના સાંસદ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ અને નોઇડાની એમિટી યુનિવર્સિટી, નોઇડામાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
