જોની લીવરને મળી ગઈ નવી વહૂ? દીકરા જેસીની સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ, બ્લેક ડ્રેસમાં બાર્બી જેવી લાગી

જોની લીવરને મળી ગઈ નવી વહૂ? દીકરા જેસીની સાથે જોવા મળી મિસ્ટ્રી ગર્લ, બ્લેક ડ્રેસમાં બાર્બી જેવી લાગી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

જોની લીવરનો દીકરો જેસી લીવર લેટેસ્ટમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો. બન્નેને સાથે જોયા પછી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આ મિસ્ટ્રી ગર્લ એની ગર્લફ્રેન્ડ છે. જો કે આ વાતને લઈને સ્ટારકિડ તેમજ એના પરિવારના લોકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.  

Image Source: INSTAGRAM/@MRDADHIWALAOFFICIAL
Picture Supply: INSTAGRAM/@MRDADHIWALAOFFICIAL

જોની લીવરને ફિલ્મી દુનિયામાં ચાર દાયકા કરતા પણ વધારે સમય થઈ ગયો છે. આમ તો જોની લીવરે અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ એના કરિયરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. કોમિક ટાઇમિંગના ફેમસ જોની લીવર હવે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ આજે પણ દર્શકો પર રાજ કરે છે. જોની લીવરની દીકરી જેમી લીવર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે-ધીરે પિતાની જેમ પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. લેટેસ્ટમાં જેમી કપિલ શર્મા સ્ટારર કિસ કિસ કો પ્યાર કરુંમાં જોવા મળી હતી, પરંતુ જોની લીવરનો દીકરો જેસી લીવર લાઇમલાઇટમાં રહેતો નથી. જો કે લેટેસ્ટમાં જેસી લીવરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો જેસી લીવર

લેટેસ્ટમાં જેસી લીવરનો એક સ્પોટેડ વીડિયો સામે આવ્યો છે જેમાં જેસીની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી રહી છે. જેસીનો આ વીડિયો સામે આવ્યા પછી મિસ્ટ્રી ગર્લને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોઈ બીજું નહીં, પરંતુ જોની લીવરની થનારી વહૂ અને જેસીની ગર્લફ્રેન્ડ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેસી બ્લેક જીન્સ અને વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે એની સાથે મિસ્ટ્રી ગર્લ બ્લેક શોર્ટ ડ્રેસમાં સ્ટાઇલિશ અને બાર્બી જેવી લાગી રહી છે.

નેટિજન્સને થયા અનેક સવાલ

જેસી લીવરની મિસ્ટ્રી ગર્લની સાથેનો આ વીડિયો સામે આવ્યા બાદ અનેક યુઝર્સનું કહેવું છે કે બન્ને એકબીજાની સાથે જે રીતે કમ્ફર્ટેબલ છે અને પોઝ આપી રહ્યાં છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આ બન્ને વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. અનેક લોકોએ મિસ્ટ્રી ગર્લને લઈને દાવો કર્યો છે કે આ જેસીની ગર્લફ્રેન્ડ છે. પરંતુ જેસી કે એના પરિવાર તરફથી કોઈ ઓફિશિયલી પુષ્ટિ કરવામાં આવી નથી. જેસી લીવરની વાત કરવામાં આવે તો એ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટારકિડના લગભગ 2 લાખ ફોલોઅર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *