Final Up to date:
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ સાથે વૈવિધ્ય અને માનવતાનો સુંદર મીલાપ જોવા મળી રહ્યો છે. કિન્નર અખાડાએ ધુણા ધખાવી આરાધના શરૂ કરી છે અને ભક્તો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ વખતે મહામંડલેશ્વર ગિરનારી માતા સાથે એક ખાસ વાનર પણ આવ્યું છે, જે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મેળો ભક્તિ અને માનવતાનો સંદેશ આપી રહ્યો છે, જ્યાં દરેકને સમાન સ્થાન છે.
