જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

જયરાજને જામીન આપવા કે નહીં એનો નિર્ણય કાલે

બ્લોગ BLOG
Spread the love



બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહીરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે. જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલધીયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જયરાજ આહીર તથા અન્ય ત્રણને જામીન ન આપવા મુદ્દે વાંધા અરજી પણ રજૂ કરી. આરોપીઓના જામીન મુદ્દે કોર્ટમાં ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વચ્ચે દલીલો થઈ હતી. જયરાજ આહીર સહિતના વકીલ તરફથી પોતાના અસીલને જામીન આપવામાં આવે એ પ્રકારની દલીલો કરાઈ. જ્યારે ફરિયાદી પક્ષ તરફથી શા માટે જામીન ન આપી શકાય એ મુદ્દે દલીલો કરાઈ. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય શનિવાર સુધી અનામત રાખ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *