જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા લગ્ન પ્રસંદમાં હાજરી આપવા ગયા હતા ત્યાં ફાયરિંગની ઘટના બની, આરોપી ઝડપાયો

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા લગ્ન પ્રસંદમાં હાજરી આપવા ગયા હતા ત્યાં ફાયરિંગની ઘટના બની, આરોપી ઝડપાયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

જમ્મુ-કાશ્મીરમાં એક કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો છે, ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીના કાર્યક્રમમાં ગોળીબારીની ઘટના બની હતી. જેમાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા નિશાના પર હોવાની વાત સામે આવી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા પણ હાજર હતા
જમ્મુ કાશ્મીરમાં એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા પણ હાજર હતા

જમ્મુ-કાશ્મીરમાં એક કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટનાથી હડકંપ મચી ગયો છે, 88 વર્ષના જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીના કાર્યક્રમમાં ગોળીબારીની ઘટના બની હતી. જેમાં પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા નિશાના પર હોવાની વાત સામે આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા ફાયરિંગ પાછળનું કારણ શું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ફાયરિંગ કરનારા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી અને તે દરમિયાન ફાયરિંગ થવાથી અફરાતફરી મચી ગઈ હતી.

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલી એક હોટલમાં લગ્નનો સમારોહ રાખવામાં આવ્યો હતો ત્યાં હાજર રહ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઉપ-મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી સહિતના અન્ય નેતાઓ પણ હાજર હતા. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ફારૂક અબ્દુલ્લા જે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા ત્યાં એક શખ્સ પિસ્તોલ લઈને આવી હતી અને તેણે ફાયરિંગ કરી દીધું હતું, પરંતુ આ ઘટનામાં ફારુખ અબ્દુલ્લા સુરક્ષિત છે અને સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનારા શખ્સને કાબૂમાં લઈને તેને ઝડપી પાડ્યો હતો.

હવે આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈને ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી છે, આ શખ્સની ઓળખ સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફાયરિંગનું કારણ શું હતું તે અંગે વધુ તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *