જનેતા બની હત્યારી: પતિ સાથે ઝઘડો થયો અને ભોગ 14 મહિનાની બાળકીનો લેવાયો, ઓશિકાથી દબાવીને મારી નાખી

જનેતા બની હત્યારી: પતિ સાથે ઝઘડો થયો અને ભોગ 14 મહિનાની બાળકીનો લેવાયો, ઓશિકાથી દબાવીને મારી નાખી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

હૈદરાબાદના રિસાલા બજાર વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાની જ 14 મહિનાની દીકરીનું ઓશિકા વડે મોઢું દબાવી મોતના મુખમાં ધકેલી દીધી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

જનેતા બની હત્યારી
જનેતા બની હત્યારી

હૈદરાબાદ: “મા તે મા બીજા બધા વન વગડાના વા” આ ગુજરાતી કહેવતને શર્મશાર કરતો એક કિસ્સો હૈદરાબાદમાં બન્યો છે. જ્યાં સગી માતાએ તેની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. જાણવા મળતી માહિતી મુજબ, આ ઘટના હૈદરાબાદના રિસાલા બજાર વિસ્તારમાં બની છે. અહીં એક માતાએ પોતાની જ 14 મહિનાની દીકરીનું ઓશિકા વડે મોઢું દબાવી મોતના મુખમાં ધકેલી દીધી. આ ઘટના પછી આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પતિ-પત્નીના ઝઘડામાં બાળકીનો ભોગ લેવાયો

હૈદરાબાદનું આ રિસાલા બજાર ગોલકુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. મળતી માહિતી મુજબ, ઘરમાં રમઝાનના તહેવાર માટે કપડાં ખરીદવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી ધીમે ધીમે ગંભીર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ ઝઘડાની વચ્ચે જે બન્યું એ સાંભળીને આખો વિસ્તાર ચોંકી ગયો હતો.

શ્વાસ રૂંધાવાથી બાળકી બેભાન થઈ

પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી મહિલાનું નામ ગૌસિયા બેગમ છે. પતિ સાથે થયેલા ઝઘડા પછી તે ખૂબ ગુસ્સામાં આવી ગઈ હતી. ગુસ્સામાં આવીને ગૌસિયા બેગમે પોતાની 14 મહિનાની દીકરીનું મોઢું ઓશિકા વડે દબાવી દીધું હતું. થોડી જ વારમાં બાળકીનો શ્વાસ રૂંધાઈ ગયો અને તે બેભાન થઈ ગઈ હતી. પરિવારજનોને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પરિવારમાં શોકનો માહોલ

બાળકીને બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તેને બચાવી ન શકાઈ. આ ઘટનાથી પરિવારજનો અને આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. પડોશીઓ અને સ્થાનિક લોકો પણ આ ઘટનાથી હેરાન હતા. કોઈને વિશ્વાસ નથી થતો કે એક માતા પોતાના જ બાળક સાથે આવું કેવી રીતે કરી શકે. સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ ગોલકુંડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ જાણવાની કોશિશ રહી છે કે ઝઘડાનું સાચું કારણ શું હતું અને ઘટનાના સમયે ઘરમાં કોણ-કોણ હાજર હતું. હાલ આ મામલે દરેક દિશામાં તપાસ ચાલી રહી છે.

ઘરેલું ઝઘડાએ લીધો ભયાનક વળાંક

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રમઝાન માટે કપડાં ખરીદવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અસરથી ગુસ્સામાં આવીને મહિલાએ આ પગલું ભર્યું હતું. જોકે, પોલીસનું કહેવું છે કે આખી તપાસ પછી જ સાચી હકીકત સામે આવશે. હાલ આ દુઃખદ ઘટનાને લઈ અનેક સવાલો ઊઠી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *