ચોંકાવનારો વીડિયો: વરરાજાના મામાને નાચતા સમયે હાર્ટ એટેક આવ્યો, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો

ચોંકાવનારો વીડિયો: વરરાજાના મામાને નાચતા સમયે હાર્ટ એટેક આવ્યો, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

મધ્યપ્રદેશના ખરગોનમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાં વરરાજાના મામાને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ ચોંકી જશો.

લગ્નમાં ડાન્સ કરતા સમયે વરરાજાના મામાને હાર્ટ એટેક આવ્યો
લગ્નમાં ડાન્સ કરતા સમયે વરરાજાના મામાને હાર્ટ એટેક આવ્યો

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવેલ કસરાવદના ઓઝરા ગામમાં એક લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો. ખુશીથી બધા ઝૂમી રહ્યા હતા, ડાન્સ કરી રહ્યા હતા જેમાં વરરાજાના મામા પણ ડાન્સ કરી રહ્યા હતા. જોકે અચાનક ડાન્સ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો. જ્યારે તેમને એટેક આવ્યો ત્યારે પહેલા તો લોકોને ખબર જ ન પડી કે શું થયું. આસપાસ બેસેલા બધા લોકો ચોંકી ગયા હતા. જોકે આ ઘટનામાં વરરાજાના મામાનું મોત નીપજ્યું છે.

17 ફેબ્રુઆરી મંગળવારના રોજ ઓઝરા ગામમાં રહેતા યાદવ પરિવારના લગ્નનો માહોલ હતો. જેમાં વરરાજાના મામા પણ આવ્યા હતા. ઘરમાં આનંદનો માહોલ છવાયેલો હતો, બધા પોતાની મોજમાં મસ્ત હતા. લગ્નની ખુશીમાં બધા ડાન્સ કરી રહ્યા હતા. જેમાં વરરાજાના મામા પણ ત્યાં ઊભા થઈને ડાન્સ કરી રહ્યા હતા. જોકે ડાન્સ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું છે. જેથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વરરાજાના મામાનું નામ ધનશ્યામ યાદવ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધનશ્યામ યાદવ ત્યાં થોડા સમય માટે આવીને ડાન્સ કરી રહ્યા છે. જોકે અચાનકથી તેઓ બેભાન થઈ જાય છે. આ ઘટનાને ત્યાં ઊભેલા લોકો પહેલા તો ડાન્સ સ્ટેપ સમજ્યા જોકે બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે મામલો ગંભીર છે.

પરિવાજનો અને ગ્રામીણો દ્વારા તાત્કાલિક તેમને સીપીઆર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ રસ્તામાં તેમના શ્વાસ થંભી ગયા અને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. જેથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *