ચીનવાળી ભૂલ ભારત સાથે નહીં: ભારતથી કેટલું ડરે છે US? ટ્રમ્પના મંત્રીએ કહી દીધી અંદરની વાત

ચીનવાળી ભૂલ ભારત સાથે નહીં: ભારતથી કેટલું ડરે છે US? ટ્રમ્પના મંત્રીએ કહી દીધી અંદરની વાત

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

અમેરિકી અધિકારીએ ઘમંડ ભર્યા અંદાજમાં કહ્યું કે તે ભારત સાથે ટ્રેડ ડીલ તો કરવા માગે છે, પણ પોતાની આંખ બંધ કરીને નહીં.

News18
News18

વોશિંગ્ટન: જિયો પોલિટિક્સમાં ભારતના વધતા કદથી કેટલાય દેશોને અંદરોઅંદર તકલીફ થઈ રહી છે. આ દરમિયાન અમેરિકાની અંદરનો ડર પણ સામે આવવા લાગ્યો છે. હાલમાં અમેરિકી ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ એવી વાત કહી દીધી છે, જેને સાંભળી સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમણે નવી દિલ્હીમાં થયેલા રાયસીના ડાયલોગમાં આવીને કહ્યું કે, તેઓ ચીનવાળી ભૂલ ભારત સાથે નહીં રિપીટ કરે. ક્રિસ્ટોફરને ન જાણે શું લાગ્યું કે કયો દેશ કેટલો વિકાસ કરશે, તેનો નિર્ણય અમેરિકાના હાથમાં છે. તેમની વાતોએ નવી ડિબેટને હવા આપી દીધી છે.

ભારત-યુએસ ટ્રેડ ડીલ પર શું બોલ્યા ટ્રમ્પના મંત્રી?

નવી દિલ્હીમાં થયેલી રાયસીના ડાયલોગમાં અમેરિકી ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોની વાતોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકા ભારતની વધતી તાકાતથી કેટલું ડરે છે. તેમણે કહ્યું કે, અમેરિકા હવે એ ભૂલ ફરી નથી કરવા માગતું જે તેણે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી. લેન્ડોના જણાવ્યા અનુસાર, ચીનને છૂટ આપીને અમેરિકાએ તેને મોકો આપ્યો, પણ ભારતના મામલામાં તે અમેરિકા ફર્સ્ટની નીતિ પર અડગ છે. તેમનું આ નિવેદન તેનો પુરાવો છે કે ભારત હવે દુનિયા મેજ પર પોતાની શરતો પર રમી રહ્યું છે અને અમેરિકા પોતાની શાખ બચાવવાની મથામણ કરી રહ્યું છે.

શું છે ચીનવાળી ભૂલ

અમેરિકી અધિકારીએ ઘમંડ ભર્યા અંદાજમાં કહ્યું કે તે ભારત સાથે ટ્રેડ ડીલ તો કરવા માગે છે, પણ પોતાની આંખ બંધ કરીને નહીં. લેન્ડોનો ઈશારો એ જમાના તરફ હતો, જ્યારે અમેરિકાએ ચીનને પોતાની બજાર ખોલવા દીધી અને બાદમાં ચીને તેમની જ બજારમાં ઘૂસી તેમને પછાડી દીધા. હવે અમેરિકાનું કહેવું છે કે તે ભારતને પણ આવી રીતે ખુલ્લી છૂટ નહીં આપે, જેનાથી અમેરિકી કંપનીઓ અને ત્યાંના લોકોને નુકસાન થાય.

અમેરિકી આ વાતને સારી રીતે જાણે છે કે ભારત હવે દુનિયાની સૌથી મોટી વસ્તીવાળો દેશ છે અને તેની પાસે ગજબનું માનવીય સંસાધન છે. લેન્ડોએ સ્વીકાર કર્યો કે, ભારત એક નિર્ણાયક પાર્ટનર છે. એટલે કે તેમને એ માનવું પડશે કે ટ્રેડ ડીલ્સનું ભવિષ્ય ભારત જ નક્કી કરશે.

ભારતના વિકાસથી અમેરિકાનો ડર વધ્યો

લેન્ડોના નિવેદનથી જાહેર થાય છે કે અમેરિકા હવે ભારતને બરાબરના પાર્ટનર તરીકે જોઈ રહ્યું છે. જે તેમનાથી આગળ નીકળી શકે છે. હવે અમેરિકા અને ભારતની વચ્ચે જે ટ્રેડ ડીલ થશે, તે બંને દેશોના ફાયદાને જોતા ફાઇનલ થશે. તેમાં અમેરિકાની દાદાગીરી કામમાં આવશે નહીં.

ભારત અને અમેરિકાની વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ ખાલી એક કાગળનો ટુકડો નહીં, પણ તે ભવિષ્યની દિશા નક્કી કરશે. અમેરિકા ડરેલું જરૂર છે, પણ તે ભારત સાથે મળીને ચાલવાને પોતાની મજબૂરી અને જરૂરિયાત બંને માને છે. હવે જોવાનું એ છે કે જ્યારે આ ડીલ ફાઇનલ થશે તો પલડું કોનું ભારે રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *