Final Up to date:
રોહિત શેટ્ટીનો સુપરહિટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 15’ નો ધમાકેદાર AI પ્રોમો રિલીઝ થઈ ગયો છે. જો કે આ પ્રોમો જોઈને ફેન્સનું એક્સાઇટમેન્ટ લેવલ વધી ગયું છે. આમ, જલદી તમે ટીવીમાં આ સિઝન જોવાની મજા માણી શકશો.
બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટી આ દિવસોમાં ઘરની બહાર થયેલાં ફાયરિંગના કેસને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલાં રોહિત શેટ્ટીના ઘરની બહાર 5 આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ રોહિત શેટ્ટી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. રોહિત શેટ્ટી જલદી જ ખતરોં કે ખિલાડી લઈને આવશે. આ શો સિઝન 15 માટે તૈયાર છે. આ શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. જો કે પ્રોમો એઆઇથી બન્યો છે, પરંતુ શોના નવી સિઝનની ઘોષણા થઈ ચૂકી છે.
સિઝન 14 સુપરહિટ રહી હતી
‘ખતરોં કે ખિલાડી’ ટીવીના દુનિયાનો સુપરહિટ રિયાલિટી શો છે. અત્યાર સુધીમાં ‘ખતરોં કે ખિલાડી’ ની 14 સિઝને ધૂમ મચાવી દીધી છે. કલર્સ ટીવી પર પ્રસારિત થતા આ શોની હજુ સુધી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ પ્રોમો પરથી એ સ્પષ્ટ થાય છે કે આ સિઝનમાં કંઈક ખાસ હશે. આટલું જ નહીં રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલાં ફાયરિંગ કેસ પછી ડાયરેક્ટર પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ સિઝનમાં શું ખાસ જોવા મળે છે. આ સાથે આ શો ફરી ધૂમ મચાવી શકે છે કે નહીં એ પણ એક જોવાની બાબત બની રહે છે.
‘ખતરોં કે ખિલાડી’ ની વાત કરવામાં આવે તો સિઝન 14 માં કરણવીર મહેરાનો દબદબો રહ્યો હતો. વર્ષ 2024 માં પ્રીમિયર થયેલાં આ શોમાં કરણ વીર મહેરાએ ભાગ લીધો હતો અને આ શોના વિજેતા રહ્યાં હતા. ‘ખતરોં કે ખિલાડી 14’ સિઝનમાં કરણ વીરે 20 લાખ રૂપિયા, એક કાર અને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આમ, તમને જણાવી દઈએ કે કરણવીર મહેરા બિગ બોસ 18 ના પણ વિનર રહ્યાં છે. હવે જલદી જ તમે ટીવી પર ‘ખતરોં કે ખિલાડી’ ની સિઝન 15 જોઈ શકશો. આ શોને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની ગોલમાલની પહેલી ઇન્સ્ટોલમેન્ટ વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. ગોપાલની ભૂમિકામાં અજય જોવા મળ્યો હતો. ગોલમાલ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મ 2017 માં રિલીઝ થઈ હતી. હવે રોહિત શેટ્ટી ગોલમાલ 5નું શૂટિંગ શરૂ કરશે. અક્ષયની એન્ટ્રી આ ફિલ્મ માટે ખાસ બની શકે છે.
Mumbai,Maharashtra

