ચિખલી ચાર રસ્તા પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હાઈવે પરથી રૂ.50 લાખની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને અટકાવીને ચેક કરતા તેમાંથી રોકડ મળી આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ચલણી નોટ ટેમ્પોમાં પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવાતી હતી. જેમાં તપાસ કરતા 10 રૂપિયાના દરની 2 લાખ 28 હજાર નોટ, 20 રૂપિયાની દરની 1 લાખ 16 હજાર નોટ અને 50 રૂપિયાના દરની 8 હજાર નોટ જપ્ત કરાઈ છે. સાથે જ જૂની રદ થયેલી 2000 રૂપિયાની 18 નોટો પણ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરાતા IT વિભાગે પણ વધુ તજવીજ હાથ ધરી છે.
Source link
