કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ? જેમણે રાજપાલ યાદવને આપ્યા હતા 5 કરોડ રૂપિયા

કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ? જેમણે રાજપાલ યાદવને આપ્યા હતા 5 કરોડ રૂપિયા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Madhav Gopal Agrawal: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવને જૂના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ચેક બાઉન્સ કેસમાં તેમને વચગાળાના જામીન મળ્યા છે. ત્યારે ચાલો જાણીએ રાજપાલ યાદવને 5 કરોડ રૂપિયા આપનાર માધ ગોપાલ અગ્રવાલ કોણ છે.

કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ?
કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ?

Madhav Gopal Agrawal: બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવને જૂના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ચેક બાઉન્સ કેસમાં તેમને વચગાળાના જામીન મળ્યા છે. આ કેસમાં 12 ફેબ્રુઆરીએ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 16 ફેબ્રુઆરીની સુનાવણીમાં તેમને રાહત આપવામાં આવી અને તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા છે. આ કેસના ફરિયાદી એટલે કે પૈસા આપનાર બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલે પણ મૌન તોડ્યું છે અને મીડિયાને ઇન્ટરવ્યુમાં આખી વાત જણાવી છે.

કોણ છે માધવ ગોપાલ અગ્રવાલ?

માધવ ગોપાલ અગ્રવાલ દિલ્હીમાં ખાતે આવેલી મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની (Murli Initiatives Personal Restricted)ના ડાયરેક્ટર છે. આ કંપની રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ શાહજહાંપુર અને દિલ્હીના જાણીતા બિઝનેસમેન છે અને અન્ય કેટલીક કંપનીઓ જેમ કે KR Pulp and Papers Ltd સાથે પણ જોડાયેલા છે.

માધવ ગોપાલ અગ્રવાલે જણાવ્યું કે, તેમની રાજપાલ યાદવ સાથે પહેલીવાર મુલાકાત પૂર્વ સાંસદ મિથિલેશ કુમાર કથેરિયા દ્વારા થઈ હતી. તે સમયે રાજપાલ યાદવે કહ્યું હતું કે, તેમની ફિલ્મ “અતા પતા લાપતા” લગભગ પૂર્ણ થવા આવી છે અને જો તાત્કાલિક પૈસાની વ્યવસ્થા નહીં થાય તો આ પ્રોજેક્ટ નુકસાનમાં જઈ શકે છે.

રાજપાલ યાદવને 5 કરોડ ઉધાર આપ્યા

શરૂઆતમાં અગ્રવાલે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદ તેઓ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે કથિત રીતે અન્ય જગ્યાએથી પૈસા એકત્ર કરીને 5 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. આ રકમ ફિલ્મના નિર્માણ માટે હતી અને એગ્રીમેન્ટમાં સ્પષ્ટ લખાયું હતું કે આ લોન છે, રોકાણ નહીં. રાજપાલ યાદવે ચેક પણ આપ્યા હતા. ફિલ્મનું બજેટ લગભગ 11 કરોડ રૂપિયા જણાવવામાં આવ્યું હતું.

નાણાકીય સંકટમાં કેવી રીતે ફસાયા?

2012માં રિલીઝ થયેલી ફિલ્મ “અતા પતા લાપતા” બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને માત્ર 37 લાખ રૂપિયાની જ કમાણી કરી શકી. આના કારણે રાજપાલ યાદવ નાણાકીય સંકટમાં ફસાયા અને લોન ચૂકવી શક્યા નહીં. માધવ ગોપાલ અગ્રવાલનો આરોપ છે કે, રાજપાલ યાદવે તેમની પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને બાદમાં પૈસા ચૂકવવા માટે આપેલા ચેક બાઉન્સ થઈ ગયા હતા.

અનેકવાર પૈસા પાછા માગ્યા, પણ આપ્યા નહીં

માધવ ગોપાલ અગ્રવાલ કહે છે કે, આ પૈસા લોન એટલે કે ઉધાર આપ્યા હતા. તેઓએ રાજપાલ યાદવ પાસે ઘણીવાર પૈસા માંગ્યા પણ તેઓએ પૈસા પરત આપ્યા નહીં. તેઓએ બીજા પાસેથી પૈસા લઈને રાજપાલ યાદવને આપ્યા હતા. બીજી તરફ રાજપાલ યાદવનો દાવો છે કે, આ રકમ નિવેશ (ઇન્વેસ્ટમેન્ટ) હતી, જેમાં અગ્રવાલ પોતાના પૌત્રને ફિલ્મમાં લીડ રોલમાં લોન્ચ કરવા માંગતા હતા.

રાજપાલ યાદવને વચગાળાના જામીન મળ્યા

આ કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને હવે રકમ વ્યાજ અને અન્ય ચાર્જ સાથે 9 કરોડ સુધી પહોંચી ગઈ છે. રાજપાલ યાદવે કોર્ટમાં 1.5 કરોડનો ડીડી જમા કરાવ્યા બાદ વચગાળાના જામીન મળ્યા છે. આગામી સુનાવણીમાં આ મુદ્દો કે લોન હતી કે ઇન્વેસ્ટમેન્ટ તે નક્કી થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *