કોકને મારી નાખશો! સૂતાં-સૂતાં સાઈકલ ચલાવીને બ્રિજ પાર કર્યો

કોકને મારી નાખશો! સૂતાં-સૂતાં સાઈકલ ચલાવીને બ્રિજ પાર કર્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફેમ મેળવવાની ઘેલછામાં લોકો ગમે તે હદે જઈ શકે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર સાઈકલ સવારે સ્ટંટબાજી કરી હતી. શહેરના વ્યસ્ત ગણાતા સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર એક યુવક ચાલુ સાઈકલ પર સીટ પર સૂઈને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા આ બ્રિજ પર યુવકે હેન્ડલ છોડી, સાઈકલ પર લાંબા થઈને સવારી કરી હતી. યુવકે સ્ટંટબાજી કરીને પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. સ્ટંટબાજ યુવકનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ છે કે ટ્રાફિકથી ધમધમતા રોડ પર યુવકના આવા જોખમી સ્ટંટના કારણે જો કઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *