કૂવામાં ખાબક્યો આખલો, JCBથી બહાર કઢાયો

કૂવામાં ખાબક્યો આખલો, JCBથી બહાર કઢાયો

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા. પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે. જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રૂપના સભ્યોને થઈ. તરત જ ટીમ પહોંચી. સ્થિતિનો તાગ મેળવ્યો અને JCB લાવ્યા. એક વ્યક્તિ દોરડું લઈને JCBના આગળના સૂપડામાં બેસીને કૂવામાં ઉતર્યો. નંદી મહારાજને દોરડું બાંધ્યું. બાદમાં JCBથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ. જોકે, દોરડું છટકી ગયું. બાદમાં વધુ એક પ્રયાસ કરાયો. જ્યારે નંદી મહારાજને ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ સૌની મહેનત રંગ લાવી અને આખલો બહાર આવી ગયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *