ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલા 4 શ્વાનનુ રેસ્ક્યું કરવામાં આવ્યું હતુ. ફાયર વિભાગે બેહગામ વાડી વિસ્તારમાં કુવામાં ખાબકેલા 4 જેટલા શ્વાનનો જીવ બચાવ્યો હતો. આ ચારેય શ્વાન 4 દિવસથી કુવામાં ફસાયા હતા. જો કે, ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ અને કલાકોની જહેમત બાદ ચારેય શ્વાનને બહાર કાઢવામાં આવ્યાં હતા. મુંગા જીવ પ્રત્યેની ફાયર વિભાગ ની સુંદર કામગીરી બદલ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ખૂબ જ પ્રશંસા કરી છે.
Source link
