મીડિયા અહેવાલ મુજબ, સનરાઇઝર્સ હૈદરાબાદના જનરલ મેનેજર શ્રીનાથ ટીબીએ એચસીએના ખજાનચી સીજે શ્રીનિવાસ રાવને ઇમેઇલ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આવા વર્તનને સહન કરવા તૈયાર નથી. તેમણે અનેક ગંભીર આરોપો લગાવતા લખ્યું, “HCA, ખાસ કરીને HCA પ્રમુખ તરફથી આ બધી બિનવ્યાવસાયિક ધમકીઓ અને કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે નથી ઇચ્છતા કે સનરાઇઝર્સ તમારા સ્ટેડિયમમાં રમે. જો એમ હોય, તો કૃપા કરીને મને લેખિતમાં જણાવો, જેથી અમે BCCI, તેલંગાણા સરકાર અને અમારા મેનેજમેન્ટને જણાવી શકીએ કે તમે અમને બીજા સ્થળે ખસેડવા માંગો છો – અને અમે ત્યાંથી નીકળી જઈશું.”
