રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
કહેવાય છે કે ગાજ્યા મેંહ વરસતા નથી, જાણો આવુ કેમ ? – Gujarati Information | It’s mentioned that thunderclouds don’t rain know why that is so – It’s mentioned that thunderclouds don’t rain know why that is so
હિન્દીમાં ઘણી લોકપ્રિય કહેવતોમાં એક એવી કહેવત છે કે “જો ગરજતે હે વો બરસ્તે નહીં.” આ કહેવતનો સામાન્ય અર્થ એ થાય છે કે જે લોકો વધારે બોલતા હોય, તે કદાચ ઓછું કામ કરતા હોય.પરંતુ આ કહેવત પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે જે ખૂબ જ રસપ્રદ છે. (Credit: – Canva)
1 / 7
વાદળોના ઘણા પ્રકાર હોય છે જેમ કે ક્યુમ્યુલોનિમ્બસ, નમ્બોસ્ટ્રેટસ, સિરસ,, સિરોસ્ટ્રેટસ, સિરોક્યુમ્યુલસ અને ક્યુમ્યુલસ, જે વિવિધ હવામાનની પરિસ્થિતિઓ માટે જવાબદાર હોય છે. ખાસ કરીને ક્યુમ્યુલસ વાદળો એ એવા પ્રકારના વાદળો છે જે સામાન્ય રીતે ગર્જના અને તેજ વીજળી પેદા કરે છે. આ વાદળો ક્યારેક હળવા વરસાદ કે કરા લાવી શકે છે, પણ તેઓ ભારે વરસાદ લાવતાં નથી. (Credit: – Canva)
2 / 7
જ્યારે તાપમાન ખૂબ ઉંચું હોય, ત્યારે અવારનવાર વાદળો ઘેરાઈ જાય છે, ગર્જના થાય છે અને તીવ્ર તોફાન સાથે વીજળી પણ ચમકે છે. તેમ છતાં, ઘણી વખત વરસાદના પાણીની બૂંદો જમીન સુધી પહોંચ્યા વગર બાષ્પ બની જતા હોય છે. આ પરિસ્થિતિ ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં ખૂબ ગરમી હોય, જેમ કે રાજસ્થાનના કેટલાક ભાગોમાં. (Credit: – Canva)
3 / 7
ક્યારેક વાતાવરણમાં વાદળો બને છે, વીજળીના ચમકારા અને ગર્જના પણ થાય છે, પરંતુ ભેજની ઓછો હોવાથી વરસાદ પડતો નથી. તમે ધ્યાન આપ્યું હશે કે કેટલીક વખત આકાશ વાદળછાયું હોય છે અને ક્યારેક તડકો હોય છે.આવી પરિસ્થિતિમાં વાદળો સાથે વીજળી અને ગર્જના થતી હોય, પરંતુ થોડા સમય બાદ આકાશ ફરીથી સ્પષ્ટ અને સાફ થઈ જાય છે. (Credit: – Canva)
4 / 7
મે અને જૂન મહિનામાં, ખાસ કરીને ચોમાસાની શરૂઆત પહેલા, તીવ્ર પવન વાદળોને ખસેડી નાખતા હોય છે. આકાશમાં વિખરાયેલા વાદળો દેખાય છે, પણ વરસાદ પડતો નથી.ચોમાસા દરમિયાન આ સ્થિતિ જોવા મળતી નથી, કારણ કે તે સમયે માત્ર જોરદાર વરસાદ જ થાય છે અને પવન પણ ઘણીવાર શાંત રહે છે. આ કારણે ચોમાસાના સમયમાં વીજળી અને ગર્જન પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. (Credit: – Canva)
5 / 7
ક્યારેક વાદળો માત્ર ધૂળના તોફાનથી બનેલા હોય છે અને તોફાન સાથે જ અચાનક અદૃશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં ગર્જના તો સાંભળાય, પરંતુ વરસાદ નથી પડતો. આ જ ઘટના ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન મહીનાઓમાં જોવા મળે છે. (Credit: – Canva)
6 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (Credit: – Canva)
7 / 7
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.