કળિયુગી પત્ની: પ્રેમી સાથે પહેલા દોસ્તી કરાવી, પછી દારુ પાર્ટી કરાવી પતિની હત્યા કરાવી નાખી

કળિયુગી પત્ની: પ્રેમી સાથે પહેલા દોસ્તી કરાવી, પછી દારુ પાર્ટી કરાવી પતિની હત્યા કરાવી નાખી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

પતિથી છૂટકારો મેળવવા અને પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાની લ્હાયમાં પત્ની દિવ્યાએ પોતાના પ્રેમી પિન્ટુ સાથે મળીને આ જઘન્ય હત્યાનો પ્લાન બનાવ્યો.

News18
News18

બુલંદશહર: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમમાં આંધળી થયેલી પત્નીએ પતિની હત્યા માટે ખતરનાક કાવતરું રચી નાખ્યું. હચમચાવી નાખતો આ કિસ્સો ખુર્જા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પોલીસે નીરજ હત્યાકાંડનો સનસનીખેજ ખુલાસો કર્યો છે.

હકીકતમાં જોઈએ તો, પતિથી છૂટકારો મેળવવા અને પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાની લ્હાયમાં પત્ની દિવ્યાએ પોતાના પ્રેમી પિન્ટુ સાથે મળીને આ જઘન્ય હત્યાનો પ્લાન બનાવ્યો. પ્લાન અનુસાર પ્રેમી પિન્ટુ નીરજ ધીમે ધીમે નજીક આવતો ગયો અને પછી દારૂ પાર્ટીના બહાને બોલાવી ખૂબ દારૂ પીવડાવ્યો. જ્યારે નીરજ દારૂના નશામાં બેસુધ થઈ ગયો, તો તેને દિલ્હીના ખુર્જા વિસ્તારમાં રોડ કિનારે એક ખાલી પ્લોટમાં લઈ ગયો. જ્યાં ઈંટ મારી નીરજની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયા, પણ પોલીસની સતર્કતા અને તપાસ બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.

કહેવાય છે કે હત્યારી પત્ની દિવ્યા બે બાળકોની માતા પણ છે અને 17 વર્ષ પહેલા તેના લગ્ન નીરજ સાથે થયા હતા. થોડા સમય પહેલા જ દિવ્યા નીરજને લઈને દિલ્હી આવી હતી. અહીં સાથે રહેતા હતા. પણ થોડા સમય બાદ દિવ્યાની દોસ્તી સોશિયલ મીડિયા પર એટાના રહેવાસી પિન્ટુ સાથે થઈ ગઈ. દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ અને બંનેએ નીરજને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચી નાખ્યું. ગત 8 જાન્યુઆરીના રોજ દારૂ પાર્ટીના બહાને નીરજને ખુર્જા બોલાવ્યો હતો અને કાવતરું કરી તેની હત્યા કરી નાખી હતી.

તપાસ દરમિયાન પોલીસને કેટલાય મહત્ત્વના પુરાવા મળ્યા. તેના આધાર પર હત્યારી પત્ની દિવ્યા અને તેના પ્રેમી પિન્ટુની ધરપકડ કરી લીધી. હાલમાં પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દીધા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *