Okay Ramachandra Rao : કર્ણાટક સરકારે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને ડીજીપી (Civil Rights Enforcement) કે રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરી દીધા છે. તેમનો કથિત વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે રામચંદ્ર રાવનું વર્તન નિયમોનું ઉલ્લંઘન છે.
સોમવારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ હતી. જેમાં રામચંદ્ર રાવ કથિત રીતે અલગ-અલગ મહિલાઓ સાથે અશ્લીલ કૃત્ય કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય હંગામો મચી ગયો હતો. સિદ્ધારમૈયા સરકારે આ મામલાને ગંભીરતાથી લેતા રાવને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
સરકારના આદેશમાં શું લખ્યું છે?
ડીજીપીના સસ્પેન્શનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાવે અશ્લીલ રીતે વ્યવહાર કર્યો છે જે એક સરકારી કર્મચારી માટે અશોભનીય છે અને તેનાથી સરકારને પણ શરમજનક સ્થિતિ થઇ છે. રાજ્ય સરકારને પ્રથમ દ્રષ્ટિએ સંતોષ છે કે તપાસ સુધી ડીજીપી ડૉ. કે. રામચંદ્ર રાવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જરૂરી છે. આદેશ અનુસાર સસ્પેન્શનના સમયગાળા દરમિયાન રાવ રાજ્ય સરકારની પરવાનગી વિના કોઈપણ સંજોગોમાં હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
Karnataka viral video row: Okay Ramachandra Rao, Director Common of Police, Directorate of Civil Rights Enforcement, suspended. pic.twitter.com/3sxVU41qax
— Press Belief of India (@PTI_News) January 20, 2026
રાવે આ આક્ષેપોને ફગાવી દીધા
અભિનેત્રી રાન્યા રાવના પિતા રામચંદ્ર રાવે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે આ વીડિયો નકલી છે અને તેમને તેના સ્ત્રોત વિશે કોઈ ખ્યાલ નથી. રાવે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ઓનલાઇન વાયરલ થઈ રહેલો વીડિયો અસલી નથી. તેમણે કહ્યું કે હું ચકિત છે. આ બધું બનાવટી છે, જૂઠું છે. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. મને તેના વિશે કોઈ ખ્યાલ નથી. તેમણે સવાલ પણ કર્યો હતો કે વીડિયો કેવી રીતે બહાર આવ્યો અને તેની પાછળ કોણ હોઈ શકે છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તપાસના આદેશ આપ્યા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે તેની તપાસ કરાવીશું. મને સવારે જ તેના વિશે જાણકારી મળી છે. અમે તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરીશું. કોઈ પણ કાયદાથી ઉપર નથી, પોલીસ અધિકારી ગમે તેટલો વરિષ્ઠ કેમ ના હોય.
આ પણ વાંચો – રાહુલ ગાંધી સાથેની મુલાકાત પર ડીકે શિવકુમારે કહ્યું – જાહેરમાં કહેવું શક્ય નથી
રાન્યા રાવના પિતા છે રામચંદ્ર રાવ
2025માં રાવ તે સમયે વિવાદોમાં ફસાઈ ગયા હતા જ્યારે તેમની સાવકી પુત્રી અને કન્નડ અભિનેત્રી રાન્યા રાવની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 1993 બેચના આઈપીએસ અધિકારીને પ્રોટોકોલના ઉલ્લંઘનના આરોપો બાદ ફરજિયાત રજા પર મોકલવામાં આવ્યા હતા. આક્ષેપ એવો હતો કે પ્રોટોકોલના ઉલ્લંઘનને કારણે રાન્યાને ધરપકડ પહેલા બેંગલુરુ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકથી બચવાની તક મળી હતી. ઓગસ્ટમાં તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા અને ડીજીપી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાવ આ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થવાના છે.
