Final Up to date:
Motorola Signature Vs OnePlus 15R: મોટોરોલાએ ભારતમાં એનો સિગ્નેચર ફોન લોન્ચ કરી દીધો છે. આ ફોન 59,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં આવે છે. જો કે થોડાં દિવસો પહેલાં OnePlus 15R પણ લોન્ચ થયો હતો. તો જાણો આ બન્ને ફોનમાંથી કયો દમદાર છે?
Motorola Signature Vs OnePlus 15R: મોટોરોલાએ ભારતમાં એનો ફ્લેગશિપ ફોન લોન્ચ કર્યો છે. મોટોરોલા સિગ્નેચરે ભારતમાં 59,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ફોન લોન્ચ કર્યો છે. આ ફોન પ્રાઇઝ રેન્જમાં આવતા વનપ્લસ 15R ને ટક્કર આપી શકે છે. મોટોરોલાનો આ ફોન અને વનપ્લસ 15R માં કયો વધારે સારો છે એ વિશે તમે પણ જાણવા ઇચ્છો છો તો જાણો અહીં.
ડિસ્પ્લે
આ બન્ને ફોન મોટા ડિસ્પ્લે ફીચરની સાથે આવે છે. મોટોરોલા સિગ્નેચરમાં 6.83 ઇંચની એક્સટ્રીમ એમોલેડ ડિસ્પ્લે મળે છે જે 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનની ડિસ્પ્લે 6200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, પંચ હોલ સેલ્ફી કેમેરા ડિઝાઇન જેવા ફીચર્સથી લેસ છે. OnePlus 15R માં 6.83 ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની ડિસ્પ્લે પણ 165Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો આ બન્ને ફોન લગભગ એક જેવા જ છે.
OnePlus 15R અને Motorola Signature બન્ને ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર મળે છે. મોટોરોલાનાં આ ફોનમાં 16GB રેમની સાથે 1TB સુધીનું સ્ટોરેજ મળે છે. વનપ્લસનો ફોન 12GB રેમ અને 512GB સ્ટોરેજની સાથે આવે છે. આ બન્ને ફોનમાં લેટેસ્ટ ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. આ કારણે ફોનમાં એક જેવા મલ્ટી ટાસ્કિંગ મળશે. આ બન્ને ફોન Android 16 ઓપરેટિંગ સિસ્ટમથી લેસ છે.
બેટરી
મોટોરોલાનાં ફોનમાં 5200mAh ની બેટરી મળે છે જેની સાથે 90W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ ફીચર મળે છે. કંપનીએ આમાં સિલીકન કાર્બન બેટરીનો ઉપયોગ કર્યો છે. વનપ્લસનો ફોન 7400mAh ની બેટરીની સાથે આવે છે. આમાં 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળે છે. બેટરીની વાત કરવામાં આવે તો વનપ્લસનો આ ફોન બેસ્ટ છે. જો કે મોટોરોલાનાં ફોનમાં વાયર્ડ અને વાયરલેસ બન્ને ચાર્જિંગ ફીચર મળશે.
કિંમત
Motorola Signature
- 12GB RAM + 256GB – 59,999 રૂપિયા
- 16GB RAM + 512GB – 64,999 રૂપિયા
- 16GB RAM + 1TB – 69,999 રૂપિયા
OnePlus 15R
- 12GB RAM + 256GB – 47,999 રૂપિયા
- 12GB RAM + 512GB – 52,999 રૂપિયા
Ahmedabad,Gujarat

