પૂરપાટ ઝડપી બાઈક ચલાવવી ચાલકને મોંઘી પડી. દ્રશ્યો દ્વારકાના ખંભાળિયા-સલાયા રોડના છે. જ્યાં ઝડપથી આવી રહેલા બાઈક ચાલકે કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેનું ધ્યાન સામેથી આવી રહેલી કાર પર પડ્યું. બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ અને કાર સાથે ટક્કર થઈ. અકસ્માતમાં બાઈક સવાર બે લોકોને ઈજા પહોંચી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતનો ધ્રુજાવી નાખે એવો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
Source link
