Final Up to date:
ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવની અસર હવે ધીરે ધીરે જોવા મળી રહી છે. એર ઈન્ડિયા દ્વારા ટિકિટના ભાવ વધારી દેવામાં આવ્યા છે. ત્યારે જાણો નવી ટિકિટના ભાવ કઈ તારીખથી વધશે અને ટિકીટ પ્રાઈઝમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને સંપૂર્ણ માહિતી.
નવી દિલ્હી: ખાડી દેશોમાં વધી રહેલા તણાવની અસર હવે એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમતો વધી રહી છે. એરલાઇન ઉદ્યોગમાં ઈંધણનો ખર્ચો પહેલાથી મોટો માનવામાં આવે છે તેમાં પણ કિંમત વધતા કંપનીઓ માટે ભારે પડી રહ્યું છે. આવી સ્થિતિને જોતા એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ફ્યુઅલ પર સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે.
કંપની પ્રમાણે જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળો આવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે ઈંધણનો ખર્ચો એરલાઇનના સંચાલનમાં 40 ટકા જેટલો હોય છે. એરલાઇન દ્વારા જેટ ફ્યુઅલની કિંમતો ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવને જણાવી છે. ભારતમાં સ્થિતિ વધારે અઘરી બને છે. કારણ કે જેટ ફ્યુઅલ પર દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં એક્સાઈઝ ડ્યૂટી પર વેટ ટેક્સ પણ વધારે છે. જેથી એરલાઇન્સ કંપનીનો ખર્ચો વધી જાય છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે ફ્યુઅલ સરચાર્જમાં વધારો તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ નિર્ણય બુકિંગ પર લાગુ થશે. જો ટિકિટ તારીખો પહેલા આપી દેવામાં આવી છે, તેના પર સરચાર્જ લાગુ નહીં થાય. પરંતુ મુસાફર જો પોતાની મુસાફરીની તારીખ કે રૂટ બદલવા માગે તો ભાડું ફરી નક્કી થાય છે. જેથી આવા કેસમાં સરચાર્જ લાગી શકે છે.
Air India group has introduced expanded gas surcharges on home and worldwide routes, following a steep rise in jet gas costs pushed by the Gulf area’s geopolitical scenario. The brand new gas surcharges – additionally relevant to Air India Categorical – might be…— Air India (@airindia) March 10, 2026
પ્રથમ તબક્કો 12 March 2026ના રોજ રાત્રે 12:01 વાગ્યે શરૂ થશે. આ તબક્કામાં દેશની અંદરની ફ્લાઇટ્સ અને કેટલાક આંતરરાષ્ટ્રીય રૂટ્સ માટે નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કરવામાં આવશે.
- ભારતના ડોમેસ્ટિક રૂટ પર 399 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ લાગુ થશે
- વેસ્ટ SAC (SARC) વિસ્તારમાં પણ 399 રૂપિયા સરચાર્જ લાગુ થશે
- વેસ્ટ એશિયા અને વેસ્ટ એશિયા રૂટ પર 60 ડોલર ફ્યુઅલ સરચાર્જ લાગશે
- સાઉથ ઈસ્ટ એશિયા માટે પણ 60 ડોલર ફ્યુઅલ સરચાર્જ લાગશે
- આફ્રિકા માટે ફ્યુઅલ સરચાર્જ વધારીને 90 ડોલર કરવામાં આવ્યો છે
- સિંગાપોર રૂટ પર અત્યાર સુધી ફ્યુઅલ સરચાર્જ લાગુ નહોતો, પણ હવે તેને પણ પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવશે
બીજો તબક્કો 18 March 2026થી લાગુ થશે. આ તબક્કામાં લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થશે.
- યુરોપ રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારીને 125 ડોલર કરવામાં આવશે
- નોર્થ અમેરિકા રૂટ પર 200 ડોલર ફ્યુઅલ સરચાર્જ લાગશે
- ઓસ્ટ્રેલિયા રૂટ પર પણ 200 ડોલર ફ્યુઅલ સરચાર્જ લાગશે
એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે ત્રીજા તબક્કામાં ફાર ઈસ્ટ માર્કેટ્સ માટે ફ્યુઅલ સરચાર્જ લાગુ કરવામાં આવશે. તેમાં હોંગકોંગ, જાપાન અને સાઉથ કોરિયા જેવા માર્કેટ્સ સામેલ થશે. આ તબક્કાની જાહેરાત પછી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ નવો સરચાર્જ એ ફ્લાઇટ્સ પર પણ લાગુ થશે જે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ઓપરેટ થાય છે. હાલ, એર ઈન્ડિયા એક્સપ્રેસ પોતાની ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ લેતી નથી. એર ઈન્ડિયાએ કહ્યું છે કે કંપની સમય-સમય પર આ સરચાર્જની સમીક્ષા કરતી રહેશે. કંપનીનું કહેવું છે કે આ નિર્ણય મજબૂરીમાં લેવાયો છે, કારણ કે જો વધારાનો સરચાર્જ ન લગાવવામાં આવે તો કેટલીક ફ્લાઇટ્સનું ઓપરેશન આર્થિક રીતે શક્ય ન રહે અને તેને રદ કરવી પડી શકે.
New Delhi,Delhi
Mar 10, 2026 11:54 PM IST

