Final Up to date:
એક્ટ્રેસ હંસિકા મોટવાનીએ લગ્નના 4 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા છે. તેણે એલિમનીમાં કશું નથી માગ્યું. જોકે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે તેણે છૂટાછેડા કેમ લીધા છે. જાણો મુદ્દે સંપૂર્ણ માહિતી.
બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાનીના છૂટાછેડા થઈ ગયા છે. મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે હંસિકા અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાને એકબીજાથી સહમતી સાથે છૂટાછેડા આપી દીધા છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ માત્ર 4 વર્ષમાં જ એક્ટ્રેસનું ઘર તૂટી ગયું. જોકે તેમના છૂટાછેડા કેમ થયા તેને લઈને કોઈ ચોક્કસ કારણની તેમણે પુષ્ટિ નથી કરી. જોકે આ હંસિકાના ડિવોર્સ હાલ સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટમાં આપેલા નિવેદન પ્રમાણે લગ્ન બાદ શરૂઆતમાં બંને થોડો સમય સાથે રહ્યા હતા. જોકે ધીરે ધીરે તેમને અહેસાસ થયો કે તેમનો સ્વભાવ અલગ છે. બંનેના વિચાર અને લાઇફસ્ટાઇલમાં ઘણો ફરક હતો. એવી પણ માહિતી સામે આવી છે કે નાની નાની વાતો પર બંને વચ્ચે આખો દિવસ ઝઘડાઓ થતા હતા. પરિસ્થિતિ એવી થઈ ગઈ બંનેનું એક જ ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું.
હંસિકા અને સોહેલના માતા પિતાએ, તેમજ તેમના સંબંધીઓએ આ સંબંધને બચાવવા ઘણો પ્રયાસ કર્યો હતો જોકે વાત ન બની શકી. આખરે બંનેએ પોતાની સહમતી સાથે અલગ થવાનો નિર્ણય લીધો અને 2 જુલાઈ 2004થી બંને અલગ રહેવા લાગ્યા હતા. હંસિકાએ છૂટાછેડા લેતા સમયે એલિમનીની કોઈ માગ ન કરી. બંનેએ સમજદારી સાથે પોતાના સંબંધોનો અંત લાવ્યો હતો.
આપને જણાવી દઈએ કે હંસિકા અને સોહેલના લગ્ન 4 ડિસેમ્બર 2022ના રોજ થયા હતા. ધામધૂમથી હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેમને કોઈ સંતાન નથી. લગ્ન બાદ બંને વચ્ચેના તણાવને લઈને ચર્ચાઓ થવા લાગી હતી જોકે હંસિકાએ તે વાતને અફવા જણાવી હતી. હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. જેમાં તેણે શાકાલાકા બૂમ બૂમ સિરીયલમાં કામ કર્યું હતું. બાદમાં તેણે સાઉથની ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. બાદમાં હિમેશ રેશમિયા સાથે તેણે તેરા સુરુર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

