એકા ધ વન: અમદાવાદમાં અનોખું રાષ્ટ્રીય પ્રવાસી પ્રદર્શન, 64 યોગિનીઓના ચિત્રો મંત્રમુગ્ધ કરી દેશે!

એકા ધ વન: અમદાવાદમાં અનોખું રાષ્ટ્રીય પ્રવાસી પ્રદર્શન, 64 યોગિનીઓના ચિત્રો મંત્રમુગ્ધ કરી દેશે!

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ekaa the one Exhibition Ahmedabad: ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા અને નારી શક્તિના ગૌરવને આધુનિક કલા દ્વારા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથેનું ‘એકા: ધ વન’ (Ekaa: The One) રાષ્ટ્રીય પ્રવાસી પ્રદર્શન અમદાવાદના આંગણે આવ્યું છે. જાણીતા કલાકાર અને સામાજિક ઉદ્યોગસાહસિક ડો. બીના ઉન્નીકૃષ્ણન દ્વારા તૈયાર કરાયેલ આ પ્રદર્શનમાં 64 યોગિનીઓના ચિત્રોનો અનોખો સંગ્રહ પ્રદર્શિત કરાશે. આ ચિત્રોની ભવ્યતા કલારસિકોને મંત્રમુગ્ધ કરે છે. 

એકા ધ વન પ્રદર્શન ખાસ કેમ છે?

વિશ્વમાં પ્રથમ વાર: ભારત અને વૈશ્વિક સ્તરે આ પ્રથમ એવું પ્રદર્શન છે જેમાં એક જ કલાકાર દ્વારા તમામ 64 યોગિનીઓને એક સંપૂર્ણ સમકાલીન સંગ્રહ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે.

પ્રવાસી પ્રદર્શન: આ પ્રદર્શન 16 રાજ્યોમાં 81 દિવસ સુધી ચાલશે, જેમાં અંદાજે 10,000 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડવામાં આવશે.

કલાત્મક અભિગમ: આ ચિત્રો માત્ર મંદિરની મૂર્તિઓની નકલ નથી, પરંતુ પ્રાચીન આધ્યાત્મિક પરંપરાને આજના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભમાં રજૂ કરતું એક આધુનિક વ્યૂહાત્મક અર્થઘટન છે.

ડોક્યુમેન્ટરી ફિલ્મ: પ્રદર્શનની સાથે ‘Y64: વ્હિસ્પર્સ ઓફ ધ અનસીન’ (Whispers of the Unseen) નામની ડોક્યુમેન્ટરી પણ દર્શાવવામાં આવે છે, જે યોગિની પરંપરાના સંશોધન અને આધ્યાત્મિક પાસાઓને ઉજાગર કરે છે.

64 યોગિનીઓનું મહત્વ અને હેતુ

યોગિનીઓને ‘શક્તિ’ના પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે, જે બ્રહ્માંડની રચના, રક્ષણ અને પરિવર્તનનું પ્રતીક છે. દરેક યોગિની સ્ત્રીત્વના વિવિધ પાસાઓ જેવા કે અંતર્જ્ઞાન, હિંમત, ઉપચાર અને આંતરિક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિમાં રહેલ સ્ત્રીત્વ અને પુરૂષત્વની ઉર્જા વચ્ચે સંતુલન અને નારી શક્તિના મહત્વને ફરીથી સ્થાપિત કરવાનો છે.

આ પણ વાંચો | મહાશિવરાત્રી પર બની રહ્યો છે આ દુર્લભ રાજયોગ

એકા ધ વન અમદાવાદ પ્રદર્શન ક્યાં અને ક્યારે યોજાશે?

અમદાવાદના કલાપ્રેમીઓ માટે પ્રદર્શન નિહાળવાની સુવર્ણ તક સાંપડી છે. આ પ્રદર્શન કલા અને આધ્યાત્મિકતાના સંગમ દ્વારા સ્ત્રીત્વની શક્તિ અને લિંગ સમાનતાના મહત્વને સમજવા માટેનું એક પ્રેરણાદાયી માધ્યમ છે

  • પ્રદર્શન તારીખ: 11, 12 અને 13 ફેબ્રુઆરી 
  • સમય: બપોરે 12:00 થી સાંજે 7:00 સુધી 
  • સ્થળ: L & P હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ

કલાકાર ડો. બીના ઉન્નીકૃષ્ણન વિશે જાણો

ડો. બીના ઉન્નીકૃષ્ણન છેલ્લા ત્રણ દાયકાથી સામાજિક ઉદ્યોગસાહસિક, કલાકાર, ફિલ્મ નિર્માતા અને લેખક તરીકે કાર્યરત છે. તેમણે ‘કંકાલી ટ્રસ્ટ ફોર આર્ટસ એન્ડ કલ્ચરલ ઇકોનોમિક ડેવલપમેન્ટ’ ની સ્થાપના કરી છે, જે વંચિત કલાકારોને સશક્ત બનાવવાનું અને કલા ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *