US Israel vs Iran Battle Information Updates : અમેરિકા-ઇઝરાયલે ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો છે. પરમાણુ કેન્દ્ર પર ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો છે. અલ ઝઝીરાના રિપોર્ટ અનુસાર આ હુમલા બાદ કોઈ કિરણોત્સર્ગી સામગ્રી લીક થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં ખાસ નુકસાન થયું નથી. ઈરાન સરકારે આ હુમલાને અમેરિકા અને ઇઝરાયલની જૂની યુક્તિ ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર ઈરાન પર સૈન્ય દબાણ લાવવા માટે આવા કાયરતાપૂર્ણ હુમલા કરવામાં આવી રહ્યા છે.
ઈરાનના એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશને આ હુમલાની નિંદા કરી
આ પહેલીવાર નથી જ્યારે ઇરાનના નતાંજ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું હોય. આ પહેલા પણ અહીં ઘણા હુમલા થયા છે. ઈરાનના એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશને આ હુમલાની નિંદા કરી છે. તેમના મતે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સાથે પરમાણુ હથિયારોના પ્રસારને રોકતી સંધિનું પણ પાલન કરવામાં આવ્યું નથી.
ઈરાન સાથે યુદ્ધવિરામ ઇચ્છતા નથી – ટ્રમ્પ
ઇરાકના બગદાદમાં અમેરિકી સૈન્ય મથકો પર પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. શનિવારે ઈરાને ફરી એકવાર ત્યાં મિસાઈલ છોડી હતી, જેના કારણે ભારે આગ લાગી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈરાન સાથે યુદ્ધવિરામ ઇચ્છતા નથી. તેમના મતે જો એક પક્ષ સંપૂર્ણપણે ઝૂકી રહ્યો છે, તો તેને નિષ્પક્ષ સ્થિતિ કહી શકાય નહીં.
હોર્મુઝ સ્ટ્રેટ પર મદદ ના કરતા ડોનાલ્ડ ટ્ર્મ્પ NATO દેશ પર ભડક્યા, કહ્યું – કાયરો, આ વાત અમે યાદ રાખીશું
આ સિવાય શનિવારે બ્રિટને પણ એક મોટી જાહેરાત કરી હતી અને અમેરિકાને તેના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા પણ નાટો દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા તેમને ઘણી આર્થિક મદદ આપે છે, પરંતુ જ્યારે અમેરિકાને તેમની જરૂર હોય ત્યારે તેઓ પીછેહઠ કરે છે.
