Israel US -Iran conflict : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે. ભલે એક તરફ વાતચીતની વાત ચાલી રહી હોય પણ બીજી તરફ બંને તરફથી હુમલા પણ ખતરનાક બની રહ્યા છે. આ યુદ્ધ દરમિયાન અબુધાબીમાં એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલ અટકાવવામાં આવી હતી. જેનો કાટમાળ પડતાં એક ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું હતું.
અબુ ધાબી મીડિયા કાર્યાલયે એક્સ પર લખ્યું છે કે બેલિસ્ટિક મિસાઇલને એર ડિફેન્સ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા બાદ કાટમાળ પડવાને કારણે એક પાકિસ્તાની અને એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મીડિયા કાર્યાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં અમિરાતી, જોર્ડન અને ભારતીય નાગરિક હતા.
વહીવટીતંત્રે જનતાને કરી વિનંતી
સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે ઇરાનથી છોડવામાં આવેલી મિસાઇલોને દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અટકાવી હતી. અબુ ધાબીના અધિકારીઓએ લોકોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને ફક્ત સત્તાવાર સ્ત્રોતોથી માહિતી મેળવવા વિનંતી કરી હતી.
ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર અબુધાબીમાં તાજેતરની ઘટના બાદ સંયુક્ત આરબ અમીરાતમાં મિસાઇલ અને યુએવી કાટમાળથી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. મધ્ય પૂર્વમાં યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ સંખ્યા નોંધવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે યુએઈમાં અનેક ઘટનાઓમાં કુલ 166 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કેન્દ્ર સરકારની હોટલ અને રેસ્ટોરન્ટ માટે એડવાઈઝરી
ટ્રમ્પ ઈરાની વાર્તાકારને લઇને કર્યો દાવો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ તેહરાનને ધમકી આપી હતી કે તે યુદ્ધને સમાપ્ત કરવા માટે સમજુતી પર વાતચીત શરૂ કરવા માટે ખૂબ જલ્દીથી ગંભીરતા બતાવે. ટ્રમ્પે લખ્યું હતું કે ઈરાની વાર્તાકાર ખૂબ જ અલગ અને ‘વિચિત્ર’ છે. તેઓ અમારી સાથે સમાધાન કરવા માટે ભીખ માંગી રહ્યા છે, જે તેઓએ કરવું જ જોઇએ કારણ કે તેઓ લશ્કરી રીતે સંપૂર્ણપણે પરાજિત થયા છે, તેમની વાપસીની કોઈ સંભાવના નથી. તેમ છતાં તેઓ જાહેરમાં કહે છે કે તેઓ ફક્ત અમારી ઓફર પર વિચાર કરી રહ્યા છે.
