Final Up to date:
ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ મૂવીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ મૂવીમાં દિલજિત દોસાંઝ, શરવરી વાઘ અને વેદાંગ રૈના લીડ રોલમાં છે. ‘મૈં વાપસ આઉંગા’ના ટીઝરમાં એક અધૂરી લવ સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે.
ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ભારત-પાકિસ્તાનના વિભાજનની આસપાસ બનેલી આ રોમેન્ટિક ફિલ્મમાં દિલજિત દોસાંઝ, વેદાંગ રૈના અને શરવીર વાઘ લીડ રોલમાં છે. ફિલ્મમાં નસરુદ્દીન શાહ પણ છે. ઇમ્તિયાઝની સાથે આ દિલજિત દોસાંઝની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં બંનેએ અમર સિંહ ચમકીલા મૂવીમાં સાથે કામ કર્યું હતું.
‘મૈં વાપસ આઉંગા’ની કહાની ભારત-પાકિસ્તાનના ભાગલાની આસપાસ સેટ છે. 1 મિનિટ 13 સેકન્ડના આ ટીઝરની કહાનીની શરૂઆત એક જૂની હવેલીથી થાય છે. બેકગ્રાઉન્ડમાં દિલજિત દોસાંઝનો અવાજ છે જે કહાનીને રોમેન્ટિક બનાવે છે. શરવરી, વેદાંગ અને દિલજિત દોસાંઝ મુખ્ય રોલમાં છે. ‘મૈં વાપસ આઉંગા’ના ટીઝરમાં શરવરી એકદમ મસ્ત લાગી રહી છે. વેદાંગ માસૂમ જોવા મળી રહ્યો છે. આ બંને વચ્ચેનો પ્રેમ તમે જોઈ શકો છો. ‘મૈં વાપસ આઉંગા’નું ટીઝર માત્ર એક છોકરા અને છોકરીની કહાની નહીં, પરંતુ પૂરા દેશની ભાવનાઓને દર્શાવે છે.
‘મૈં વાપસ આઉંગા’ની કહાની વિશે વાત કરતા ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે, ‘મૈં વાપસ આઉંગા’ ઐતિહાસિક માઇગ્રેશન અને વિભાજન પછીની ફીલિંગ્સથી ઇન્સ્પાયર છે. ઇમ્તિયાઝ અલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સદીની સૌથી મોટી માઇગ્રેશન ફિલ્મ છે. મને પડદા પર આવી કહાની બતાવવાનો મોકો મળ્યો છે એ ખુશીની વાત છે.
‘મૈં વાપસ આઉંગા’ના ટીઝરમાં ખાસ કરીને મ્યૂઝિક પર પણ વધારે ભાર આપવામાં આવ્યો છે. મ્યૂઝિક માટે ઇમ્તિયાઝ અલીએ ફરીથી એકવાર એ આર રહેમાનનો હાથ પકડ્યો છે. જ્યારે ગીતની વાત કરવામાં આવે તો ઇરશાદ કામિલે લખ્યું છે. ટીઝરમાં દિલજિત દોસાંઝના અવાજમાં સાંભળવા મળતું ક્યા કમાલ હૈ સોન્ગ સાંભળતા જ તમારું દિલ ખુશ થઈ જશે. જોકે આ હવે સોન્ગ ક્યારે રિલીઝ થશે એ વાતને લઇને ફેન્સને અનેક સવાલો થઈ રહ્યાં છે.
‘મૈં વાપસ આઉંગા’ના ટીઝરમાં મસ્ત લવ સ્ટોરી જોવા મળી રહી છે, જેમાં અનેક ટ્વિસ્ટ પણ હશે. કહાનીમાં બીજું શું છે એની વધારે ઝલક ટ્રેલરમાં જોવા મળશે. આમ, તમને જણાવી દઈએ કે ‘મૈં વાપસ આઉંગા’ મૂવી 12 જૂનના રોજ રિલીઝ થશે. જોકે હવે જોવાનું એ રહ્યું કે ઇમ્તિયાઝ અલીની આ અપકમિંગ મૂવી બોક્સ ઓફિસ હિટ સાબિત થઈ શકે છે કે નહીં.
Mumbai,Maharashtra

