ઇન્જેક્શન મારીને પાર્સલ ખોલી અસલી કાઢીને નકલી આઈફોન મુકતા

ઇન્જેક્શન મારીને પાર્સલ ખોલી અસલી કાઢીને નકલી આઈફોન મુકતા

બિઝનેસ BUSINESS
Spread the love



અમદાવાદ: ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરવામાં આવતી ખરીદી સમયે વસ્તુનું જે પાર્સલ તૈયાર કરાય છે તે કોઈ ખોલી ન શકે તેવું જો કોઈ માનતું હોય તો તે એક મોટી ભૂલ છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવેલા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી નકલી પેક કરી દેતી એક ટોળકીનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આ ઠગબાજ ટોળકી બે જ મીનિટમાં ઈન્જેક્શનથી પાર્સલ ખોલીને મોંઘાદાટ આઈફોન અને અન્ય ફોનની ચોરી કરતા હતા.. ક્રાઈમ બ્રાંચે 5 આરોપીઓને ઝડપી 20 સાથ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે જેને ઈન્જેકશનમાં ભરીને પાર્સલ ખોલતા હતા. પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે આરોપીઓએ બે મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને અન્ય વસ્તુ પેક કરી દીધી.. ચોર ટોળકીનો આ કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *